PM Kisan: PM મોદી આજે ખેડૂતોના ખાતામાં જમા કરશે આટલા રૂપિયા, 10 કરોડ ખેડૂતોને થશે ફાયદો
ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે.
Trending Photos
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આજે તેમના ખાતામાં કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો જમા થશે. આ નાણાકીય વર્ષનો આ પહેલો હપ્તો છે. ખેડૂતો તેની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા. પીએમ મોદી આજે ખેડૂતોના ખાતામાં 21000 કરોડ રૂપિયા જમા કરશે. જેનાથી 10 કરોડ ખેડૂતોને ફાયદો થશે. કૃષિ મંત્રાલયના નિવેદન મુજબ પીએમ મોદી આજે સિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો જમા કરશે.
કાર્યક્રમ વિશે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું કે પીએમ મોદીના આ કાર્યક્રમમાં તમામ પ્રદેશોના મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે. 16 કેન્દ્રીય મુખ્ય યોજનાઓના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે. લગભગ 17 લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. હિમાચલના 50 હજાર લોકો પણ જોડાશે. આઝાદી કા અમૃત મહોત્વ હેઠળ ગરીબ કલ્યાણ સંમેલન નામના આ કાર્યક્રમનું આયોજન થયું છે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મળવાપાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સરકાર આપે છે જે 2000ના 3 હપ્તામાં ખાતામાં જમા થાય છે. ગત એક જાન્યુઆરીએ પીએમ મોદીએ 10મો હપ્તો જમા કર્યો હતો. જેનાથી 10 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો. જો તમે પણ પીએમ કિસાનનો 11મો હપ્તો મેળવવા માંગતા હોય તો કેવાયસી અપડેટ કરવું જરૂરી છે. આ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ પણ 31મી મે જ છે. જો તમારું કેવાયસી અપડેટ નહીં હોય તો હપ્તો જમા નહીં થાય.
આ રીતે કરો KYC અપડેટ....
1. યોજનાની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ
2 ત્યારબાદ કિસાન કોર્નર વિકલ્પ પર eKYC જોવા મળશે. આ લિંક પર ક્લિક કરો.
3. આધાર નંબર નાખો અને સર્ચ બટન દબાવો.
4. માંગેલી જાણકારી જણાવો.
5 સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ પ્રક્રિયા પૂરી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે