Corona ની સારવારમાં Plasma Therapy જરાય પ્રભાવી નથી, ICMR લઈ શકે છે મોટો નિર્ણય
દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. આવામાં સરકાર જલદી પ્લાઝમા થેરપીને સારવારની પદ્ધતિઓની સૂચિમાંથી બહાર કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. આવામાં સરકાર જલદી પ્લાઝમા થેરપીને સારવારની પદ્ધતિઓની સૂચિમાંથી બહાર કરી શકે છે.
પ્લાઝમા થેરેપી પર થઈ બેઠક
સૂત્રોએ જણાવ્યું કે ICMR દ્વારા કોરોના મહામારી પર બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સે પ્લાઝમા થેરપી પર ચર્ચા કરી. ટાસ્ક ફોર્સના તમામ સભ્યો એ બાબતે એકમત હતા કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. આથી તેને સારવારની પદ્ધતિઓની યાદીમાંથી હટાવવી જોઈએ.
અનેક સભ્યોએ કહ્યું કે કેટલીક જગ્યાઓ પર આ થેરપીનો અયોગ્ય ઉપયોગ પણ જણાયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર પાડશે.
ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ લખ્યો પત્ર
પ્લઝમા થેરપીને સારવારની યાદીમાંથી હટાવવા પર ચર્ચા એવા સમયે થઈ રહી છે કે જ્યારે અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવનને પત્ર લખીને દેશમાં કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી (Plasma Therapy) ના અતાર્કિક અને બિન વૈજ્ઞાનિક ઉપયોગને લઈને ચેતવ્યા છે.
આ પત્ર ICMR પ્રમુખ બલરામ ભાર્ગવ અને એમ્સના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાને પણ મોકલવામાં આવ્યો છે. જેમાં જનસ્વાસ્થ્ય સાથે જોડાયેલા વ્યવસાયિકોએ કહ્યું કે કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી હાલના પુરાવા પર આધારિત નથી.
હાલ પ્લાઝમા થેરેપીને છે મંજૂરી
અત્રે જણાવવાનું કે સારવારની હાલની પદ્ધતિઓ હેઠળ કોરોનાના લક્ષણોની શરૂઆત થયે સાત દિવસની અંદર દર્દી આ થેરપીનો ઉપયોગ કરી શકે છે. જે હેઠળ કોરોનાથી ઠીક થયેલી વ્યક્તિ પોતાના પ્લાઝમાનું દાન કરી શકે છે. જેની તપાસ બાદ પીડિત દર્દીને તે આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે