Cooperative Ministry: નવા સહકારિતા મંત્રાલય પર અમુલની જાહેરાત ચર્ચામાં, કેન્દ્રીય મંત્રીએ કરી શેર

હાલમાં મોદી સરકારે સહકારિતા મંત્રાલય બનાવ્યું છે. તેની કમાન ગૃહ મંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે અમુલની આ એડને શેર કરી છે. 
 

Cooperative Ministry: નવા સહકારિતા મંત્રાલય પર અમુલની જાહેરાત ચર્ચામાં, કેન્દ્રીય મંત્રીએ કરી શેર

નવી દિલ્હીઃ સરકારના નવા સહકારિયા મંત્રાલય પર અમુલની જાહેરાત છવાય ગઈ છે. કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે તેને શેર પણ કરી છે. દેશના તમામ મોટા અખબારોમાં અમુલની આ એડ શનિવારે પ્રકાશિત થઈ છે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તાર અને ફેરબદલના એક દિવસ પહેલા મોદી સરકારે 'મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન' (સહકારિતા મંત્રાલય) ની રચનાની જાહેરાત કરી હતી. તેની કમાન ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે.  

'સહકારથી સમૃદ્ધિ'ના સપનાને સાકાર કરવા માટે મોદી સરકારે આ નવા મંત્રાલયની રચના કરી છે. નાણામંત્રીએ બજેટમાં અલગ સહકારિતા મંત્રાલયને જાહેરાત કરી હતી. નવુ મંત્રાલય દેશમાં સહકારિતા  આંદોલનને મજબૂત કરવા માટે અલગ વહીવટી, કાયદાકીય અને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડવામાં મદદ કરશે. તેના દ્વારા કો-ઓપરેટિવ્ઝ એટલે કે સહકારી સમિતિઓ લોકો સાથે મજબૂતીથી જોડાઈ શકશે. 

— Piyush Goyal (@PiyushGoyal) July 10, 2021

દેશમાં સહકારિતા આધારિત આર્થિક વિકાસનું મોડલ ખુબ પ્રાસંગિક છે. આ મોડલમાં દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરે છે. મંત્રાલય સહકારી સમિતિઓ માટે વ્યાપાર સુગમતા એટલે કે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને સરળ બનાવશે. સાથે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (એમએસસીએસ) ના વિકાસને સક્ષમ કરવા માટે કામ કરશે. કો-ઓપરેટિવ હેઠળ જનતા વચ્ચે લોકો મળી સંસ્થા બનાવે છે. આ કોઈ સંયુક્ત લક્ષ્ય માટે કામ કરે છે. આ ગમે તે હોઈ શકે છે. જેમ કે ડેરી ફાર્મિંગ, ખેતી, બેન્કિંગ, ખાંડ મીલનું સંચાલન વગેરે. અમુલ તેનું ઉદાહરણ છે. તેને ગુજરાતની સહકારી સંસ્થા  ચલાવે છે. 

રસપ્રદ છે જાહેરાત
અમુલની એડમાં અમિત શાહને કિસાન અને અમુલ ગર્લને સાથે દેખાડવામાં આવી છે. સરકારના નવા સહકારિતા મંત્રાલય પર તેમાં લખ્યું છે- તમારા મુંહ માં ઘી શક્કર. સાથી હાથ બઢાના.. પીયુષ ગોયલે તેને શેર કરતા લખ્યું- સહકારથી થશે સાકાર, વિકસિત દેશ, આત્મનિર્ભર સમાજ. 

હાલમાં અમુલે વધાર્યા ભાવ
હાલમાં અમુલ દુધે પોતાના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ત્યારબાદ મધર ડેરીએ પણ તેની કિંમતમાં વધારો કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news