PANCHMAHALમાં ગૌમાંસ મુદ્દે બે જુથ સામસામે, પોલીસ પર પણ હિચકારો હૂમલો, ભાજપ નેતાએ કહ્યું કોઇને છોડવામાં નહી આવે
Trending Photos
કાલોલ : પંચમહાલ જિલ્લાની શાંતિ ફરી એકવાર ડહોળાઇ હતી. દુકાન પર થયેલી સામાન્ય માથાકુટ ખુબ જ ઉગ્ર બની હતી. ત્યાર બાદ તે બે જુથ વચ્ચે માથાકુટનો વિષય બન્યો હતો. બે જુથો સામસામે આવી જતા થોડો સમય ધમાચકડી મચી ગઇ હતી. આ બબાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે, મામલો થાળે પાડવા માટે આવેલા પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે ટિયરગેસના શેલ છોડીને સમગ્ર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલો શાંત કર્યો હતો.
મામલો થાળે પાડવા પહોંચેલી પોલીસના કેટલાક અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. કલોલના પીએસઆઇ ઇજાગ્રસ્ત થયા હતા. ગોધરા બી ડિવિઝન પી.આઈ. એચ.એન પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમા પણ ઇજાગ્રસ્ત થયા હતા. કાલોલની અંદર અસામાજિક તત્વોનો આતંક યથાવત્ત છે. ખુલ્લા હથિયારો અને દંડાઓ સાથે બાઝારમાં બબાલ થઇ હતી. કાલોલ પોલીસે ટોળુ વેખેરવા ટીયરગેસના શેલ ફાયર કર્યા હતા. પંચમહાલ SP સહીત સમગ્ર અધિકારીઓનો કાફલો કાલોલમાં ખડકાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મામલો થાળે પડ્યા બાદ કાલોલ ના કસ્બા વિસ્તાર માં પોલિસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. કસ્બા વિસ્તારના સીસીટીવી ડીવીઆર કબ્જે લેવામાં આવ્યા છે. હાલ કાલોલમાં અજંપા ભરી શાંતી જોવા મળી રહી છે. કસ્બા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પથ્થર જ પથ્થર જોવા મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાકર્મીને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે. રેન્જ આઈજી એમ.એસ.ભરાડા ઘટના સ્થળે પહોંચ્યા છે. આ અંગે ધારાસભ્ય અને સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું કે, આ મુદ્દે ગૃહપ્રધાનને રજુઆત કરાશે. હુમલાખોરોને ગમે ત્યાંથી શોધી કડકમાં કડક સજા કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં નહી આવે. કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું. લઘુમતિ ટોળાએ ગૌ રક્ષક ને માર મારતા મામલો બીચકયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે