જનસંખ્યા નિયંત્રણ પર સુનાવણીઃ પરિવાર નિયોજન માટે લોકોને બાધ્ય ન કરી શકાય- સુપ્રીમમાં કેન્દ્રનો જવાબ

મંત્રાલયે આ જવાબ ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ એક જનહિત અરજીના જવાબમાં આપ્યો છે. આ અરજીમાં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના એક આદેશને પડકારવામાં આવ્યો હતો. 
 

જનસંખ્યા નિયંત્રણ પર સુનાવણીઃ પરિવાર નિયોજન માટે લોકોને બાધ્ય ન કરી શકાય- સુપ્રીમમાં કેન્દ્રનો જવાબ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ભારત પોતાના લોકોને પરિવાર નિયોજન માટે બાધ્ય કરવા અને બાળકો પેદા કરવાની સંખ્યા નક્કી કરવાની વિરુદ્ધ છે. આ જનસાંખિકીય વિકૃતિઓ તરફ લઈ જાય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક એફિડેવિડમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પરિવાર કલ્યાણ કાર્યક્રમ સ્વૈચ્છિક છે, જે લોકોને તેનો પરિવાર કેટલો મોટો કરવો હોય અને પોતાના અનુસાર કોઈ મજબૂરી વગર પરિવાર નિયોજનની રીતને અપનાવવા સક્ષમ છે. 

મંત્રાલયે આ જવાબ ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ એક જનહિત અરજીના જવાબમાં આપ્યો છે. આ અરજીમાં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના એક આદેશને પડકારવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે દેશની વધતી જનસંખ્યાને નિયંત્રિત કરવા બે- બાળકોની નીતિ સહિત કેટલા અન્ય પગલાની માગને નકારી દીધી હતી. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય એક રાજ્યની અંતર્ગત આવનારો વિષય છે અને રાજ્ય સરકારોને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારાની પ્રક્રિયાનું નેતૃત્વ કરવું જોઈએ, જેથી સામાન્ય લોકોને સ્વાસ્થ્ય સંકટથી બચાવી શકાય. આ દરમિયાન મંત્રાલયે કહ્યું કે, દિશાનિર્દેશો અને યોજનાઓના અમલીકરણ પર અસરકારક દેખરેખ અને દખલના માધ્યમથી સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધાર લાવી શકે છે. મંત્રાલય તેમાં સહાયક ભૂમિકા નિભાવે છે. 

મંત્રાલયે કહ્યું કે, જ્યાં સુધી રાજ્યોમાં દિશાનિર્દેશો અને યોજનાઓના અમલીકરણનો સંબંધ છે, તેમાં તેની કોઈ ભૂમિકા નથી. નિર્ધારિત દિશાનિર્દેશો અનુસાર યોજનાઓ લાગૂ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારો પાસે વિશેષાધિકાર છે. મંત્રાલય માત્ર નક્કી યોજનાઓના અમલીકરણ માટે રાજ્યોને ફંડની ફાળવણી કરે છે. 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભારતે સ્પષ્ટ રૂપથી વ્યક્ત ઉદ્દેશ્યો, રણનીતિક વિષયો અને પરિચાલન રણનીતિઓની સાથે એક વ્યાપક અને સમગ્ર રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ (એનપીપી) 2000ને અપનાવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ (એનએચપી) 2017 સ્વાસ્થ્ય સિસ્ટમને આકાર દેવામાં સરકારની ભૂમિકા નક્કી કરવી, સ્પષ્ટ કરવી, મજબૂત કરવી અને પ્રાથમિકતા આપવા માટે એક નીતિ માર્ગદર્શન પ્રદાનન કરે છે. મંત્રાલયે કહ્યું કે, કુલ પ્રજનન દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2025 સુધી તેને 2.1 ટકા પહોંચાડવાનું લક્ષ્ય છે. એનપીપીને અપનાવવા સમયે પ્રજનન દર 3.2 ટકા હતો. 2018મા તે ઘટીને 2.2 ટકા પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news