શું સરકાર ફ્રીમાં બધા વિદ્યાર્થીઓને આપી રહી છે લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય

PIB Fact Check: ભારત સરકારની પ્રેસ એજન્સી પીઆઈબીએ વાયરલ મેસેજનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ આ દાવાને નકલી જણાવતા કહ્યું કે, વ્યક્તિગત જાણકારી શેર કરતા સમયે સતર્ક રહો. 

શું સરકાર ફ્રીમાં બધા વિદ્યાર્થીઓને આપી રહી છે લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી લેપટોપ વિતરણ (Free Laptop Scheme) ની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેટપોટ માટે તમારે બસ એક લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ મેસેજ સાથે જોડાયેલું સત્ય જણાવ્યું છે. 

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબી (PIB) એ આ વાયરલ મેસેજનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેકમાં આ દાવાને નકલી જણાવ્યું. પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેક એકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું કે, યુવાઓને ફ્રી લેપટોપ આપવા અને તેને બુક કરવા માટે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરવાનો દાવો કરનાર સોશિયલ મીડિયા પર લિંકની સાથે એક સંદેશ પ્રસારિત થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિગત વિગત માંગવામાં આવી રહી છે. 

🔹The circulated link & the message are #FAKE

🔹Be cautious while sharing personal information. pic.twitter.com/qs4Aguo2tl

— PIB Fact Check (@PIBFactCheck) January 22, 2023

PIB એ ટ્વીટ કર્યું
પીઆઈબીએ કહ્યું કે વાયરલ થઈ રહેલી લિંક અને મેસેજ નકલી છે. વ્યક્તિગત જાણકારી શેર કરતા સમયે સાવચેત રહો.

તમારી પાસે ભ્રામક સમાચાર આવો તો અહીં કરો ફરિયાદ
તમે પણ સરકાર સાથે જોડાયેલ કોઈ ભ્રામક સમાચાર જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ પીઆઈબી ફેક્ટ ચેકને ભ્રામક સમાચારના સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ કે યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર ઈમેલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news