India Per Capita Income: આ ગરીબ દેશો કરતાં પણ ઓછી કમાણી કરે છે ભારતીયો, જાણો કેટલી છે માથાદીઠ આવક

Indian Economy And GDP News: અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, પરંતુ માથાદીઠ આવકની દૃષ્ટિએ ભારત વિશ્વના ઘણા ગરીબ દેશો કરતાં પાછળ છે.

India Per Capita Income: આ ગરીબ દેશો કરતાં પણ ઓછી કમાણી કરે છે ભારતીયો, જાણો કેટલી છે માથાદીઠ આવક

Indian Economy And GDP News: માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારત 192 દેશોમાંથી 142મા ક્રમે છે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર ભારત આ યાદીમાં ભૂટાન-અંગોલા અને ઘણા ગરીબ દક્ષિણ આફ્રિકાના દેશોથી નીચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના મોટા અર્થતંત્રવાળા દેશોમાં ભારતના લોકોની માથાદીઠ આવક સૌથી ઓછી છે.

ભારતની માથાદીઠ આવક અમેરિકા કરતાં ઘણી ઓછી છે
અમેરિકા-જર્મની જેવા વિકસિત દેશોની તુલનામાં, ભારતની માથાદીઠ આવક અનુક્રમે 17થી 20 ગણી ઓછી છે, જ્યાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સરેરાશ વ્યક્તિ વાર્ષિક 80,035 ડોલર કમાય છે, જ્યારે ભારતમાં સામાન્ય વ્યક્તિની સરેરાશ આવક 2601 ડોલર છે.  જર્મનીની વાત કરીએ તો અહીં સરેરાશ માથાદીઠ આવક ભારત કરતા 20 ગણી વધારે છે. બ્રિટનના લોકોની આવક ભારત કરતા 18 ગણી વધારે છે. જાપાન અને ઈટાલીની વાત કરીએ તો અહીંના લોકો ભારત કરતા 14 ગણા વધુ પૈસા કમાય છે.

ભારત ઘણા ગરીબ દેશોથી પાછળ
રિપોર્ટમાં ભારતની હાલત એટલી દયનીય છે કે ઘણા ગરીબ દેશો પણ માથાદીઠ આવકના મામલે ભારત કરતા આગળ જોવા મળે છે. તમને જાણીને આંચકો લાગશે કે અંગોલા, વનાતુ અને સાઓ ટોમ પ્રિન્સિપે જેવા ગરીબ દેશોની હાલત ભારત કરતા ઘણી સારી છે.

અંગોલાની માથાદીઠ આવક 3205 ડોલર છે, વનુઆતુની માથાદીઠ આવક 3188 ડોલર છે જ્યારે સાઓ ટોમ પ્રિન્સિપેની માથાદીઠ આવક $2696 છે. ભારતનું લક્ષ્ય છે કે વર્ષ 2047 સુધીમાં તે પોતાને વિકસિત દેશોની શ્રેણીમાં જોવા માગે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતે તેની માથાદીઠ આવક 13,000 ડોલર જાળવી રાખવી પડશે.

આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન,  શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news