PM મોદીનું રામ મંદિરના નિર્માણ પર નિવેદન એ 1989ના ભાજપના પ્રસ્તાવ મુજબ: RSS

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મંગળવારે કહ્યું કે લોકોને આશા છે કે મોદી સરકાર રામ મંદિરના નિર્માણનું પોતાનું વચન પોતાના કાર્યકાળમાં પૂરું કરશે.

 PM મોદીનું રામ મંદિરના નિર્માણ પર નિવેદન એ 1989ના ભાજપના પ્રસ્તાવ મુજબ: RSS

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મંગળવારે કહ્યું કે લોકોને આશા છે કે મોદી સરકાર રામ મંદિરના નિર્માણનું પોતાનું વચન પોતાના કાર્યકાળમાં પૂરું કરશે. કારણ કે ભાજપ આ માટે દરેક સંભવ કોશિશ કરવાનું વચન આપીને 2014માં સત્તા પર આવ્યો હતો. સંઘના સહ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબાલેએ આ પ્રતિક્રિયા રામ મંદિર પર વડાપ્રધાનની ટિપ્પણી બાદ આપી. વાત જાણે એમ છે કે પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થતા જ રામ મંદિરના નિર્માણ મામલે સરકાર કોઈ પગલું ભરશે. વડાપ્રધાન મોદીના આ નિવેદનને આરએસએસએ સકારાત્મક પગલું પણ ગણાવ્યું છે. સંઘે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે બંધારણની મર્યાદામાં રહીને તમામ શક્ય પ્રયત્નો કરવાનું વચન અપાયું હતું. ભારતની જનતાએ તેમના પર વિશ્વાસ મૂકીને ભાજપને બહુમત આપ્યો હતો.  

ઉલ્લેખનીય છે કે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટમાં ચાર જાન્યુઆરીએ સુનાવણીનો થવાની છે. આ બાજુ આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનો સહિત હિંદુત્વ સંગઠનો તથા ભાજપ અને તેની સહયોગી પાર્ટી શિવસેના રામ મંદિરના ઝડપથી નિર્માણ માટે વટહુકમ લાવવાનું સમર્થન કરી રહી છે. 

આરએસએસએ ટ્વિટ કરીને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે 2014ના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરના નિર્માણ માટે બંધારણની મર્યાદામાં રહીને દરેક શક્ય કોશિશ કરવાનું વચન આપ્યું હતું. ભારતના લોકોએ ભાજપના વચન પર ભરોસો કરતા તેને બહુમત આપ્યું છે. સંઘે કહ્યું કે ભારતના લોકોને આશા છે કે સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન આ વચન પૂરું કરશે. એમ પણ કહેવાયું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવા માટે પરસ્પર સંવાદથી અથવા સુયોગ્ય કાયદો બનાવવાનો પ્રયત્ન પણ કરાશે. 

સંઘે પીએમ મોદીની ટિપ્પણીને રામ મંદિરના નિર્માણની દિશામાં એક સકારાત્મક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો સંકલ્પ પોતાના ઈન્ટરવ્યુમાં પુર્ન સ્મરણ કર્યો તે ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર થયેલા પ્રસ્તાવ મુજબ જ છે. જ્યારે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે શું પીએમ મોદી માટે કાયદો ભગવાન રામથી પણ મોટો છે.

આ વર્ષે મે મહિનામાં એનડીએનો કાર્યકાળ પૂરો થશે
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો કાર્યકાળ આ વર્ષે મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. અનેક ચેનલો પર પ્રસારિત થયેલા પીએમ મોદીના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા પૂરી થવા દો... ન્યાયિક પ્રક્રિયા પૂરી થયા બાદ એક સરકાર તરીકે અમારી જે પણ જવાબદારી હશે તે માટે અમે દરેક કોશિશ કરવા તૈયાર છીએ. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news