ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ

રોકેટ બાહુબલીમાં ટેક્નીકલ ખામીની માહિતી મળ્યા બાદ સોમવારે પ્રક્ષેપણની એક કલાક પહેલા ભારતે ચંદ્રયાન-2 નું લોન્ચિંગ ટાળી દીધું હતું. જો કે સોશિયલ મીડિયા પર લોકો ઇસરોની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ક્યારેય નહી કરતા થોડા સમયનો વિલંબ વધારે યોગ્ય છે. લોન્ચિંગ વેહિકલમાં ટેક્નીકલ ખામી સર્જાવાનાં કારણે ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) એ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર મોકલવામાં આવી રહેલા ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ અટકાવી દેવાયું. પ્રક્ષેપણની તારીખની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. 
ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ

નવી દિલ્હી : રોકેટ બાહુબલીમાં ટેક્નીકલ ખામીની માહિતી મળ્યા બાદ સોમવારે પ્રક્ષેપણની એક કલાક પહેલા ભારતે ચંદ્રયાન-2 નું લોન્ચિંગ ટાળી દીધું હતું. જો કે સોશિયલ મીડિયા પર લોકો ઇસરોની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ક્યારેય નહી કરતા થોડા સમયનો વિલંબ વધારે યોગ્ય છે. લોન્ચિંગ વેહિકલમાં ટેક્નીકલ ખામી સર્જાવાનાં કારણે ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) એ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર મોકલવામાં આવી રહેલા ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ અટકાવી દેવાયું. પ્રક્ષેપણની તારીખની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. 

કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?
એક યુઝરે ટ્વીટર પર લખ્યું કે, ખામીની યોગ્ય સમયે જાણ થઇ તેથી ખુશ છું. હવે બધુ પૃથ્વી પર જ રિપેર કરી શકાશે. પ્રક્ષેપણ બાદ કદાચ તે શક્ય ન બન્યું હોત. આશા છે કે નવી પ્રક્ષેપણની તારીખની જાહેરાત જલદી કરવામાં આવશે, રાહ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, દુર્ઘટના પહેલા સુરક્ષા અને બચાવ જરૂરી છે. કુલ 978 કરોડ રૂપિયાનાં ખર્ચે ચંદ્રયાન 1નો ઉદ્દેશ્ય ભારતને ચંદ્રમાની સપાટી પર ઉતરવા અને તેના પર ચાલેલા દેશોની યાદીમાં સમાવવાનો છે. 

સ્પેસ વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?
ઇસરોની સુઝબુઝ અને સક્રિયતાની વૈજ્ઞાનિકો પણ તારીખ કરી રહ્યા છે. સોમવારે અનેક સ્પેસ સાયન્ટીસ્ટોએ કહ્યું કે, ઉતાવળમાં મિશનને સંકટમાં નાખવા કરતા સારુ છે કે બીજા મુન મિશન ચંદ્રયાન-2ને થોડુ મોડુ મોકલવામાં આવે. ધેર્ય રાખવા માટે ઇસરોનાં વખાણ કરવા જોઇએ. આ મિશન ઇસરોનું અત્યાર સુધીનું સૌથી જટિલ અને પ્રતિષ્ઠિત મિશન માનવામાં આવી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news