Parliament Monsoon Session: પહેલા જ દિવસે હંગામો, TMCના સાંસદે નાણામંત્રીનું કર્યું અપમાન!

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું. સત્ર શરૂ થતા જ ટીએમસી સાંસદ સૌગાત રોયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કઈંક એવી ટિપ્પણી કરી કે ત્યારબાદ હોબાળો મચી ગયો અને તેમને બિનશરતી માફી માંગવા જણાવવામાં આવ્યું. 

Parliament Monsoon Session: પહેલા જ દિવસે હંગામો, TMCના સાંસદે નાણામંત્રીનું કર્યું અપમાન!

નવી દિલ્હી: આજથી સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session)  શરૂ થયું. સત્ર શરૂ થતા જ ટીએમસી (TMC)  સાંસદ સૌગાત રોયે (saugata roy) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પર કઈંક એવી ટિપ્પણી કરી કે ત્યારબાદ હોબાળો મચી ગયો અને તેમને બિનશરતી માફી માંગવા જણાવવામાં આવ્યું. 

વાત જાણે એમ હતી કે સૌગાત રોયે નાણામંત્રી નિર્મલા સીતારમણના પોષાકને લઈને ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ સંસદીયકાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ નારાજગી વ્યક્ત કરી અને રોયને માફી માંગવાનું કહ્યું. 

Remark expunged from record. pic.twitter.com/8cgyhodnke

— ANI (@ANI) September 14, 2020

જોશીએ કહ્યું કે 'કોઈના પહેરવેશ પર ટિપ્પણી કરવી એ પણ સદનના એક વરિષ્ઠ સભ્ય તરીકે યોગ્ય નથી. તમે આ શું વાત કરો છો? તેમણે બિનશરતી માફી માંગવી જોઈએ. આ એક મહિલાનું અપમાન છે.' જો કે વિરોધ વધ્યા બાદ સૌગાત રોયની ટિપ્પણીને સદનની કાર્યવાહીમાંથી હટાવી દેવાઈ હતી. 

અત્રે જણાવવાનું કે સદનની કાર્યવાહી દરમિયાન સાંસદો ક્યારેક એલફેલ ટિપ્પણી કરી નાખે છે જેના કારણે વિવાદ વધી જાય છે. સૌગાત રાયની ટિપ્પણી બાદ પણ કઈંક એવું જ થયું. સૌગાત રાય પશ્ચિમ બંગાળના દમદમ લોકસભા મતવિસ્તારમાંથી ટીએમસીના સાંસદ છે. 

લોકસભામાં ઉઠ્યો ડ્રગ્સનો મુદ્દો
ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે નશીલા પદાર્થોની તસ્કરી અને લતની સમસ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે ડ્રગ્સની લત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ છે. અનેક લોકો પકડાયા છે. NCB ખુબ સારુ કામ કરી રહી છે. દોષિતોને જલદી ધરપકડ કરીને સજા આપીને તથા પાડોશી દેશોના ષડયંત્રના અંત માટે કેન્દ્ર સરકારને કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કરું છું. 

— ANI (@ANI) September 14, 2020

તેમણે કહ્યું કે દેશના યુવાઓને બરબાદ કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યા છે. આપણા પાડોશી દેશ તેમા યોગદાન આપી રહ્યા છે. પાકિસ્તાન અને ચીનથી ડ્રગ્સની તસ્કરી દર વર્ષે થાય છે. જેને પંજાબ અને નેપાળ દ્વારા ભારતમાં લવાય છે. અત્રે જણાવવાનું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ કનેક્શનની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરી રહ્યું છે. આ કેસમાં NCBએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news