લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે
Trending Photos
- રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ.
- રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona virus) નું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી એસોસિએશને સ્વંભૂ લોકડાઉન (self lockdown) ની જાહેરાત કરી છે. રાજકોટ (rajkot) માં દિવાનપરા કાપડ માર્કેટમાં 15 સપ્ટેમ્બર મંગળવારથી રવિવાર સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આમ, રાજકોટમાં ત્રીજા એસોસિયેશને લોકડાઉનની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ
રાજકોટમાં લોકડાઉન થવું જોઈએ કે નહિ તે અંગે ઝી 24 કલાકે રાજકોટવાસીઓનો મત જાણ્યો હતો. ત્યારે રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટના સોનીબજાર બાદ આજથી દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન જોવા મળ્યું છે. બપોરના 3 વાગ્યા બાદ વેપારીઓ આંશિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી આ આંશિક લોકડાઉન રહેશે. ગત શનિવાર થી 19 તરીખ સુધી સોનીબજારના વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું. જોકે, સોની બજાર અને દાણીપીઠ એસોસિયેશનના પગલે દિવાનપરા કાપડ માર્કેટ પર પણ અસર જોવા મળી છે. કોરોના વધુ ન ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4400 ને પાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો : જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ
ગોંડલમાં પણ લોકડાઉન
રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું છે. ગોંડલમાં વધતા કોરોનાના કેસને લઈને સોની વેપારીઓ દ્વારા સ્વંયભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. તા. 15 થી 21 સુધી 8 દિવસ લોકડાઉન રહેશે. સવારે 8 થી 4 ધંધા રોજગાર રાબેતામુજબ ચાલુ રહેશે. પરંતુ બપોરે 4 પછી લોકડાઉન રહેશે. તમામ વેપારી એસોસિએશન દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. સોની વેપારીઓ દ્વારા આજથી જ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.
આ પણ વાંચો : રાજકોટ કોવિડ હોસ્પિટલ બની બેદરકારીઓનું ઘર, દર્દી લઈ જતા વેળા તૂટ્યુ નવુ નકોર સ્ટ્રેચર
હાલ ક્યાં ક્યાં છે સ્વયંભૂ લોકડાઉન
કોરોનાના વધતા કેસને પગલે ગુજરાતભરના નાગરિકો જાગૃત થયા છે અને સ્વંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યા છે. હાલ ક્યાં ક્યાં સ્વંભૂ લોકડાઉન છે તે જોઈએ.
- સુરતના માંગરોળ
- રાજકોટનું સોની અને દાણાપીઠ બજાર અને દિવાનપરા કાપડ બજાર
- સાબરકાંઠાનું ખેડબ્રહ્મા
- કચ્છના માંડવીનું બિદડાગામ
- છોટાઉદેપુરના સંખેડાના બહાદરપુર ગામે બપોરે 1 વાગ્યા સુધી લોકડાઉન
આ પણ વાંચો : પીએમ મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા
ક્યાં ભુતકાળમાં સ્વંયભુ લોકડાઉન કરાયુ હતુ
- ગોંડલના અનિડા ભાલોડી ગામમાં સ્વયંભુ લોકડાઉન કરાયુ હતુ
- જુલાઇ મહિનામાં જામનગરમાં અંશત લોકડાઉન
- જુલાઇ મહિનામાં કચ્છના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કર્યુ હતુ
- વડોદરાના વાઘોડીયામાં સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ
- જુલાઇ માસમાં વડોદરાના ગોત્રી ગામ અને આસપાસના વેપારીઓએ પાળ્યુ હતુ લોકડાઉન
- વિસાવદરમાં પણ જુલાઇ માસમાં સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવ્યુ
- મોરબીના ઘડિયાળ ઉદ્યોગે જુન મહિનામાં એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું
- મોરબીના શાપર ગામે પણ સ્વયંભૂ લોકડાઉન અપનાવ્યુ હતુ
- પાટણમાં જુલાઇ માસમાં કરવામાં આવ્યુ હતુ લોકડાઉન
- કોરોના વધતાં ઊંઝા માર્કેટયાર્ડ લોકડાઉન થયુ હતુ
- સિદ્ધપુરમાં પણ ઓગસ્ટ મહિનામાં સ્વયંભુ આંશીક લોકડાઉન કરવામાં આવ્યુ હતુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે