તમારી પદ્ધતીથી ચાલ્યા હોત તો લોકશાહી જ ખતમ થઇ ગઇ હોત: ખડગે
ટીડીપી સાંસદ જયદેવ ગલ્લા, ભાજપ સાંસદ રાકેશ સિંહ બાદ રાહુલ ગાંધી, મુલાયમસિંહ યાદવ, રાજનાથે પણ ભાષણ આપ્યું
Trending Photos
નવી દિલ્હી : મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તે અંગે ચર્ચા ચાલી રહી હતી. સદનની કાર્યવાહી ચાલુ થતાની સાથે જ જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચાને વચ્ચેથી અટકાવતા કહ્યું કે, જે અંગે તમે આરોપ લગાવી રહ્યા છો તેમને પણ બોલવાનો અધિકાર છે. તેમણે લોકસભા સભ્યોને ભાષા પર ધ્યાન આપવા અને ડેકોરમ મેન્ટેઇન કરવાની અપીલ કરી.અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાષણ આપ્યું. રાહુલ ગાંધી પોતાનું ભાષણ ખતમ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયા અને તેમને ગળે મળીને હાથ મિલાવ્યો.
લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાજનાથસિંહજીએ કામ ગણાવવાનાં બદલે દેશનો ઇતિહાસ ભણાવ્યો. તમારે તે કહેવું જોઇએ કે તમે ચાર વર્ષ અને ચાર મહિનામાં શું કર્યું? બે ત્રણ વક્તાઓતો રામાયણ સુધી ગયા પરંતુ શંભૂક કે એકલવ્ય તેમને યાદ આવ્યા નહોતા
ગામોમાં વિજળી પહોંચાડ્યાના દાવાઓનો આપ્યો જવાબ
મલ્લિકાર્જુન ખડગેને રાજનાથ સિહે કહ્યું કે, આ દેશમાં 18 હજાર ગામોમાં વિજળી નહોતી. સાચુ છે. પરંતુ શું રાજનાથ સિંહે તેમ કહેવા માંગે છે કે 70 વર્ષમાં વિજળી પેદા જ નથી થઇ? આ દેશમાં 6 લાખ 23 હજાર ગામ છે. છ લાખ ગામોને કોણે વિજળી કનેક્શન આપ્યો? તમે માત્ર 18 હજાર ગામોને વિજળી પહોંચાડો છો તો શું 6 લાખ લોકોને વિજળી આપવી કામ નથી ? રાજનાથજીને હું જણાવવા માંગુ છું કે તમે જે પદ્ધતીથી ચાલી રહ્યા છો તો તે પદ્ધતીથી અમે ચાલ્યા હોત તો લોકશાહી પુરી થઇ ગઇ હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે