શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું ભયંકર ષડયંત્ર સામે આવ્યું
અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિર (Ram Temple) ના શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવા માટે લખનઉમાં કેટલાક લોકોને VOIP એટલે કે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલવાળા કોલ્સ આવ્યાં છે. હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ થઈ રહી છે. આ મોબાઈલ કોલ્સમાં શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવાની વાત કરવામાં આવી છે. દુબઈ અને ઓસ્ટ્રેલિયાના નંબરોથી આ કોલ્સ આવ્યાં છે. જેની જાણકારી લખનઉ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા બાદ આ મામલે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે.
Trending Photos
લખનઉ: અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિર (Ram Temple) ના શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવા માટે લખનઉમાં કેટલાક લોકોને VOIP એટલે કે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલવાળા કોલ્સ આવ્યાં છે. હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ થઈ રહી છે. આ મોબાઈલ કોલ્સમાં શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવાની વાત કરવામાં આવી છે. દુબઈ અને ઓસ્ટ્રેલિયાના નંબરોથી આ કોલ્સ આવ્યાં છે. જેની જાણકારી લખનઉ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા બાદ આ મામલે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે.
અત્રે જણાવવાનું કે આ કોલ્સ પાછળ પાકિસ્તાન (Pakistan) ની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં પણ અનેક લોકોને આવા ભડકાવનારા કોલ્સ આવ્યાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એફઆઈઆર નોંધી છે. દેશદ્રોહ, કાવતરૂ રચવા, દેશનો માહોલ ખરાબ કરવા અને અન્ય કલમો હેઠળ આ કેસ દાખલ થયો છે.
ડઝન જેટલા નંબરોને ઈન્ટરસેપ્ટ કરાઈ રહ્યાં છે. લોકોની પાસે વીઆઈપી કોલ્સ દ્વારા રેકોર્ડેડ મેસેજ આવી રહ્યાં છે. અત્યાર સુધીના તમામ કોલ્સમાં એક જ વ્યક્તિનો અવાજ છે અને એક જ વાત કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ શ્રીરામ મંદિરની વાત કરતા 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લાના કાર્યક્રમમાં વિધ્ન નાખવાની વાત કરી રહ્યો છે. મેસેજમાં આ વ્યક્તિ પોતાનું નામ યુસૂફ અલી બતાવી રહ્યો છે. લખનઉ પોલીસની અપીલ છે કે જો કોઈને પણ આવો કોલ આવે તો તે પોલીસને જાણ કરે.
રેકોર્ડેડ મેસેજમાં કહેવામાં આવે છે કે તમે જાણો છો કે મોદી સરકાર બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવી રહી છે. આ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત છે. મારી તમામ મુસલમાન ભાઈ બહેનોને અપીલ છે કે આવો 15મી ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાની પરચમ લહેરાવતા રોકીએ. આપણે શીખ ભાઈ બહેનો પાસેથી શીખવું જોઈએ કે તેઓ પોતાની આઝાદી અને અલગ પ્રાંત ખાલિસ્તાનને કાયમ કરવા માટે રેફરેન્ડમ 2020 કરી રહ્યાં છે. આપણે પણ હિન્દુસ્તાનના મુસલમાનો માટે અલગ ઉર્દુસ્તાન બનાવવા માટે કામ કરવું જોઈએ. અલ્લાહ હાફિઝ.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે તપાસ એજન્સીઓ પહેલેથી જ રેફરેન્ડરમ 2020ને લઈને ખાલિસ્તાની આતંકી ગુરુવંતપંત સિંહ પન્નુના દિલ્હીવાસીઓને આવતા ભારત વિરુદ્ધ ભડકાઉ, કોલ્સની તપાસ કરી રહી છે. કોલ્સ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હોવાનું સામે આવ્યું છે અને હવે રામ મંદિરને લઈને ભારતના મુસલમાનોને ભડકાવતા કોલ્સ આવવાના શરૂ થઈ ગયા છે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના જણાવ્યાં મુજબ આ પ્રકારના દેશ વિરોધી ભડકાઉ કોલ્સ દિલ્હીમાં લોકોને આવી રહ્યાં છે. દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમ પર અનેક લોકોએ ફોન કરીને ફરિયાદ કરી છે. સ્પેશિયલ સેલના આ કોલ્સ પર નજર છે. સ્પેશિયલ સેલ આ મામલે જલદી એફઆઈઆર દાખલ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે