રક્ષામંત્રી રાજનાથ સિંહની મોટી જાહેરાત, રક્ષા ક્ષેત્રે 101 items ની આયાત પર પ્રતિબંધ

રક્ષા મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મંત્રાલયે 101 આઈટમ્સની યાદી તૈયાર કરી લીધી છે. જેની આયાત પર રોક લાગશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહની મોટી જાહેરાત, રક્ષા ક્ષેત્રે 101 items ની આયાત પર પ્રતિબંધ

નવી દિલ્હી: પાડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતે રક્ષા ક્ષેત્રમાં 101 આઈટમ્સની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિંહે રક્ષા ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો સંબંધિત અનેક ટ્વિટ કરી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદનને વધારશે. રક્ષા ક્ષેત્રના આ 101 ઉપકરણો ભારતમાં જ બનાવવામાં આવશે. ઘરેલુ કંપનીઓ પાસેથી 52 હજાર કરોડની રક્ષા ખરીદી કરાશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે. 

— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020

આગામી 6-7 વર્ષમાં વધશે ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન
રક્ષા ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયે જે યાદી તૈયાર કરી છે તે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરીને તૈયાર કરાઈ છે. રાજનાથ સિંહના જણાવ્યાં મુજબ આવા ઉત્પાદનો લગભગ 260 યોજનાઓ માટે ત્રણેય સેનાઓએ એપ્રિલ 2015થી ઓગસ્ટ 2020 વચ્ચે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતાં. તેમનો અંદાજો  છે કે આગામી 6થી 7 વર્ષમાં ઘરેલુ ઈન્ડસ્ટ્રીને લગભગ 4 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. 

— Rajnath Singh (@rajnathsingh) August 9, 2020

હજુ વધુ ઉત્પાદનો પર લાગી શકે છે રોક
રક્ષામંત્રીએ કહ્યું કે તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કર્યા બાદ હજુ વધુ ઉત્પાદનોના આયાત પર રોક લગાવવામાં આવશે. હાલ જે નિર્ણય લેવાયા છે તે 2020થી 2024 વચ્ચે લાગુ કરાશે. 101 ઉત્પાદનોની યાદીમાં આર્મ્ડ ફાઈટિંગ વ્હીકલ્સ (AFVs) પણ સામેલ છે. મંત્રાલયે 2020-21 માટે પૂંજી ખરીદ બજેટને ઘરેલુ અને વિદેશી રૂટમાં વહેંચી દીધુ છે. હાલના નાણાકીય વર્ષમાં જ લગભગ 52,000 કરોડ રૂપિયાનું અલગ બજેટ તૈયાર કરાયું છે. 

અત્રે જણાવવાનું કે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે તણાવ દરમિયાન રક્ષામંત્રીની આ જાહેરાતને ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news