પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ ક્રોધે ભરાયેલા પાકિસ્તાને (Pakistan) બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાનના પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી.

પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી/જમ્મૂ: કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ ક્રોધે ભરાયેલા પાકિસ્તાને (Pakistan) બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાનના પૂંછ (Poonch)ના શાહપુર કિરની સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી શરૂ કરી દીધી હતી. ભારતીય સેના (Indian Army)એ તાત્કાલિક તેનો જવાબ આપી દીધો હતો. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ગોળીબારી ચાલુ હતી. 

મળતી માહિતી અનુસાર પૂંછના શાહપુર કિરની સેક્ટરમાં સવારે 11 વાગે પાકિસ્તાને ગોળીબારી શરૂ કરી દીધી હતી. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news