PoKમાં તૈયાર થયા આતંકવાદીઓનાં લોન્ચિંગ પેડ, શું ફરી થશે સર્જીકલ સ્ટ્રાઇક ?

પાકિસ્તાને એકવાર ફરીથી સીમા પાર આતંકવાદીઓ માટે લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે, આતંકવાદીઓના આ મથકોને પાકિસ્તાની સેના  અને ISIનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે

PoKમાં તૈયાર થયા આતંકવાદીઓનાં લોન્ચિંગ પેડ, શું ફરી થશે સર્જીકલ સ્ટ્રાઇક ?

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર બોર્ડર પર એકવાર ફરીથી પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીનાં પ્રયાસોમાં એકાએક વધારો થયો છે. રવિવારે જ બોર્ડર પાસે સુંગરવનમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને ભારતીય જવાનો પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં સેનાનાં 3 જવાનો શહીદ થયા હતા. 

હવે સમાચાર છે કે સુંદરબની વિસ્તારમાં લોન્ચિંગ પેડ પર ઘણા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં બેઠા છે. આ અહેવાલ જવાનો પર હૂમલા બાદ આવ્યો છે. રિપોર્ટ અનુસાર PoKમાં ત્રણ સ્થળો પર મોટા પ્રમાણમાં આતંકવાદીઓ હાજર છે અને તેમને પાકિસ્તાની સેનાનું સંપુર્ણ સમર્થન પણ પ્રાપ્ત છે. 

રિપોર્ટ અનુસાર આ ત્રણેય સ્થળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને સેનાનાં આશરે 60-70 આતંકવાદીઓને એકત્ર કરેલા છે. આ તમામ આતંકવાદીઓ લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદનાં હોવાનું જણાવાઇ રહ્યું છે. આ લોન્ચિંગ પેડ ભારતના તંગધાર અને ઉરી સેક્ટરની બરોબર સામે છે. હવે પાકિસ્તાનની બેટ ટીમનો પ્રયાસ છે કે તા વિસ્તારમાં મુજાહિદ્દીન બટાલિયનને ફરજંદ કરાય જેથી ભારતીય જવાનો પર હૂમલા થઇ શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ સુંદરબનીમાં પાકિસ્તાન BAT ટીમના આશરે 6 સભ્યોએ ભારતીય જવાનો પર હૂમલો કર્યો હતો જેમાં 3 જવાન શહીદ થયા હતા. 

ફરી સર્જીકલ સ્ટ્રાઇક ? 
ભારતીય સેનાએ અગાઉ પણ બોર્ડર પાર આવેલા લોન્ચિંગ પેડને નષ્ટ કરી દીધા હતા. ઉરી હૂમલા બાદથી જ સેનાએ 28-29 સપ્ટેમ્બર, 2016ની રાત્રે PoKમાં ઘુસીને આતંકવાદી લોન્ચપેડને નષ્ટ કરી દીધી હતા. સેના દ્વારા થયેલી આ સર્જીકલ સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાન ધૂંધવાઇ ઉઠ્યું હતું. તેવામાં ફરી સવાલ થાય છે કે શું આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય જવાનો ફરીથી સીમા પાર જઇને સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news