રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસમાં ગરમાગરમી, હોર્સ ટ્રેડિંગ પર પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન

ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના ખુલાસા બાદથી પાર્ટીની અંદર જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. હકીકતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવે ભાજપ પર ઝારખંડ કોંગ્રેસના ચાર ધારાસભ્યોને પદ અને પૈસાની લાલચ આપીને ખરીદવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. 
રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસમાં ગરમાગરમી, હોર્સ ટ્રેડિંગ પર પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન

રાંચી: ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના ખુલાસા બાદથી પાર્ટીની અંદર જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. હકીકતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવે ભાજપ પર ઝારખંડ કોંગ્રેસના ચાર ધારાસભ્યોને પદ અને પૈસાની લાલચ આપીને ખરીદવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પ્રદેશ અધ્યક્ષના ખુલાસા બાદ કોંગ્રેસ ધારાસભ્ય ઈરફાન અન્સારી, જે ઝારખંડ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ ભડકી ગયાં. તેમણે પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવને એવા ધારાસભ્યોના નામનો ખુલાસો કરવાની માગણી કરી નાખી. એમ પણ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી તમામ ધારાસભ્યોમાં આક્રોશ પેદા થયો છે. 

તેમણે કહ્યું કે અધ્યક્ષજીએ ક્લિયર કરવું જોઈએ કે એ 4 નામ કોણ છે. આ સાથે જ એણ કહ્યું કે આવા નિવેદનોથી જો હોર્સ ટ્રેડિંગ નહીં થતું હોય તો પણ હવે તે લોકો નજર ફેરવશે. 

ઝારખંડ કોંગ્રેસના જ અન્ય એક નેતા રાજેશ ઠાકુરે કહ્યું કે તેમને નિવેદન પર ટિપ્પણીનો અધિકાર નથી. ધારાસભ્યોએ પ્રદેશ અધ્યક્ષને જે વાત જણાવી હશે તેને ગંભીરતાથી લેવામાં આવી હશે. 

પ્રદેશ અધ્યક્ષના ખુલાસા બાદથી કોંગ્રેસની અંદર આવેલા ભૂકંપ પર સાંસદ ધીરજ સાહૂએ થોડો પડદો નાખવાની કોશિશ જરૂર કરી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે મને ખબર છે કે અમારા કોઈ વિધાયક અત્યાર સુધી તૂટ્યા નથી. કાલે શું થશે તે કોઈ જાણતું નથી. 

કોંગ્રેસ લાખ કોશિશ કરે પરંતુ પ્રદેશ કોંગ્રેસની અંદરનો વિવાદ સપાટી પર આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે ભાજપ પર કોંગ્રેસ ધારાસભ્યો સાથે સંપર્કનો ખુલાસો કર્યો તો કોંગ્રેસના નેતા કે એન ત્રિપાઠીએ કહ્યું કે મને જે સૂચના છે, ભાજપના ધારાસભ્ય પ્રદેશની હેમંત સરકારને સમર્થન આપવા માંગે છે કારણ કે ભાજપના ધારાસભ્યોની લોકપ્રિયતા હવે પ્રદેશમાં ઉતરી રહી છે. 

જુઓ LIVE TV

કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાને તો એટલે સુધી કહી નાખ્યું કે હવે ઝારખંડમાં ઓપરેશન કોંગ્રેસ ચાલશે. ભાજપના 12 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ઝારખંડ કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષના ખુલાસાથી પાર્ટીની અંદર જ જાણે જંગ છેડાઈ ગઈ છે. આ ખળભળાટ ક્યારે થોભશે તે જોવું રસપ્રદ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news