Opposition Parties Meeting: વિપક્ષી દળોની બેઠકમાં 17 અને 18 જુલાઈએ સોનિયા ગાંધી રહેશે હાજર, AAP પર સસ્પેન્સ
Opposition Meeting in Bengaluru: આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને વિરોધ પક્ષોની એકતા અંગે ચર્ચા કરવા બેંગલુરુમાં બેઠક યોજાશે. આ પછી તમામ નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ Opposition Parties Meeting: લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત રણનીતિ બનાવવા માટે 17 અને 18 જુલાઈએ બેંગલુરૂમાં થનારી વિપક્ષી દળોની બેઠકમાં 24 પાર્ટીઓ સામેલ થઈ શકે છે. પટનામાં યોજાયેલી વિપક્ષની પ્રથમ બેઠકમાં 15 પાર્ટીઓના પ્રમુખ નેતા સામેલ થયા હતા. હકીકતમાં બેંગલુરૂમાં યોજાઈ રહેલી બેઠકની જવાબદારી કોંગ્રેસની પાસે છે, તેવામાં તેણે પોતાના સહયોગી નાના દળોને પણ આમંત્રણ મોકલ્યું છે.
23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષની પ્રથમ સામાન્ય બેઠકમાં માત્ર મોટી પાર્ટીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, જેડીયુ, આરજેડી, ઝારખંડ મુક્તિ મોરચા, સમાજવાદી પાર્ટી, એનસીપી, શિવસેના (ઉદ્ધવ), સીપીએમ, સીપીઆઈ, સીપીઆઈ એમએલ, નેશનલ કોન્ફરન્સ, પીડીપીનો સમાવેશ થાય છે. આરએલડીના નેતા જયંત ચૌધરીએ આમંત્રિત પાર્ટીઓમાં હાજરી આપી ન હતી.
નાની પાર્ટીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું
હવે બેંગલુરુની બેઠકમાં કોંગ્રેસે આ તમામ પક્ષોને કેરળના નાના પક્ષો જેમ કે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), આરએસપી, તમિલનાડુના નાના પક્ષો જેમ કે MDMK, KDMK, VCK સાથે લીધા છે. અને બંગાળ પાર્ટી ફોરવર્ડ બ્લોકને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીને લઈને છે સસ્પેન્સ
તેવામાં વિપક્ષી પાર્ટીઓમાં સામેલ દળોની સંખ્યા વધીને 24 થઈ શકે છે. પરંતુ આમ આદમી પાર્ટીના બેંગલુરૂની બેઠકમાં સામેલ થવાને લઈને સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસ સાંસદ નાસિર હુસૈને કહ્યુ કે, લગભગ બધા દળોએ બેઠકમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી તરફથી ઈશારો કરતા નાસિર હુસૈને સ્વીકાર્યું કે કેટલાક દળોને પ્રદેશ સ્તર પર પોતાના મુદ્દા છે, જેમાં અડચણ આવી રહી છે.
વિરોધ પક્ષોની રણનીતિના સંદર્ભમાં આ બેઠક ખાસ રહેશે
જો કે, પક્ષોની સંખ્યા કરતા વધુ, બેંગલુરુની બેઠક વિપક્ષી પાર્ટીઓની ભાવિ રણનીતિના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. છેલ્લી બેઠકમાં આ પક્ષોએ ભાજપ સામે સંયુક્ત રીતે લડવાનો સંકલ્પ લીધો હતો. ભાજપ સામે સંયુક્ત ઉમેદવારથી લઈને કોમન મિનિમમ કાર્યક્રમ સુધી ચર્ચા થશે. બેંગલુરુમાં પણ ચર્ચા થશે કે કયા મુદ્દાઓ પર ભાજપને ઘેરી લેવો જોઈએ અને લોકોને કયા વચનો આપવા જોઈએ?
સોનિયા ગાંધી પણ રહેશે હાજર
આ સાથે વિપક્ષી ગઠબંધનના નામ અને સંયોજકની સાથે આગામી કાર્યક્રમો પર ચર્ચા થઈ શકે છે. ઓગસ્ટમાં વિપક્ષી દળોની મોટી રેલીની રણનીતિ બનાવવામાં આવી રહી છે. બેંગલુરૂની બેઠકમાં સોનિયા ગાંધી પણ હાજર રહેશે.
બેંગલુરૂની બેઠકનો કાર્યક્રમ
બેઠક બેંગલુરૂની ફાઈવ સ્ટાર હોટલમાં 17 જુલાઈએ સાંજે 6થી 8 સુધી યોજાશે. બેઠક બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તરફથી ડિનર રાખવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા દિવસે સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધી મંથન થશે. બેઠક બાદ બધા નેતા પત્રકાર પરિષદ યોજશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે