યુરોપિયન સાંસદો કાશ્મીર પહોંચ્યા તો વિપક્ષના નેતાઓ ભડક્યા, પ્રિયંકા-માયાવતીએ જાણો શું કહ્યું?

યુરોપિયન યુનિયનના સાંસદો આજે કાશ્મીરની મુલાકાતે છે. વિદેશી પ્રતિનિધિ મંડળની આ કાશ્મીર મુલાકાત પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભડક્યા છે.

યુરોપિયન સાંસદો કાશ્મીર પહોંચ્યા તો વિપક્ષના નેતાઓ ભડક્યા, પ્રિયંકા-માયાવતીએ જાણો શું કહ્યું?

નવી દિલ્હી: યુરોપિયન યુનિયનના સાંસદો આજે કાશ્મીરની મુલાકાતે છે. વિદેશી પ્રતિનિધિ મંડળની આ કાશ્મીર મુલાકાત પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભડક્યા છે. તેમણે સરકારની દાનત પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે ભારતીય સાંસદોને તો શ્રીનગરના એરપોર્ટથી જ પાછા મોકલી દેવાય છે પરંતુ વિદેશી પ્રતિનિધિ મંડળને ત્યાં જવાની મંજૂરી અપાય છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાઢેરાએ ટ્વીટ કરીને કહ્યું કે "કાશ્મીરમાં યુરોપિયન સાંસદોને સેર સપાટા અને હસ્તક્ષેપની મંજૂરી પરંતુ ભારતીય સાંસદો અને નેતાઓ ત્યાં પહોંચે કે તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવાયા! અનોખો રાષ્ટ્રવાદ છે."

એજ રીતે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બંધારણની કલમ 370 હટાવવા ઉપરાંત ત્યાંની વર્તમાન સ્થિતિના આકલન માટે યુરોપિયન યુનિયનને જમ્મુ અને કાશ્મીર મોકલતા પહેલા ભારત સરકારે જો પોતાના દેશના ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓના સાંસદોને ત્યાં જવાની મંજૂરી આપી હોત તો વધુ સારું થાત. 

AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ કટાક્ષ કરતા કહ્યું કે વિદેશ મંત્રાલયે શાનદાર પસંદગી કરી છે. એવા લોકોને ત્યાં જવા દેવામાં આવી રહ્યાં છે જે ઈસ્લામોફોબિયાની બીમારીથી ગ્રસ્ત છે. આવા લોકો મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં જઈ રહ્યાં છે. તેમણે શાયરાના અંદાજમાં કહ્યું કે ગેરો પે રકમ અપનો પે સીતમ, એ જાન એ વફા યે ઝૂલ્મ ન કર... રહેને દે અભી થોડા સા ધર્મ.."

રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓે ત્યાં જવાની મંજૂરી આપવામાં કઈક ને કઈક ઘણુ બધુ ખોટું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે યુરોપથી આવેલા સાંસદોનું જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે સ્વાગત છે. જ્યારે ભારતીય સાંસદોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાય છે. કઈંક ને કઈંક એવું છે જે ખુબ ખોટું છે. 

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય નેતાઓને જમ્મુ અને કાશ્મીરના લોકોને મળતા રોકવામાં આવે છે અને છાતી ઠોકીને રાષ્ટ્રવાદની વાતો કરનારાઓએ શું વિચારીને યુરોપીયન નેતાઓે જમ્મુ કાશ્મીર જવાની મંજૂરી આપી? આ સીધે સીધુ ભારતની પોતાની સંસદ અને આપણા લોકતંત્રનુ અપમાન છે. 

કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે યુરોપિયન સંસદના પ્રતિનિધિમંડળના આ પ્રવાસના બે પહેલુ છે. પહેલુ એ કે કોઈ પણ અન્ય દેશ કે તેના સભ્યો કે કોઈ પણ વિદેશી સંસદને જમ્મુ કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી કારણ કે તે ભારતનો આંતરિક મામલો છે. 

બીજો એ કે દેશ ખાસ કરીને વિપક્ષ એ જાણવા માંગે છે કે જ્યારે પીએમઓ યુરોપિયન ડેલિગેશનની મેજબાની કરી શકે છે અને તેમના જમ્મુ કાશ્મીર પ્રવાસની વ્યવસ્થા કરી શકે છે તો આ શિષ્ટાચાર વિપક્ષ સાથે કેમ નહીં? કેન્દ્ર વિપક્ષી નેતાઓના જમ્મુ કાશ્મીર જવા પર આપત્તિ કેમ નોંધાવે છે. 

માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના જ રાજ્યસભા સાંસદ પણ આ મુદ્દે અકળાયા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું તો સ્તબ્ધ છું કે વિદેશ મંત્રાલયે યુરોપિયન યુનિયનના સાંસદોને જમ્મુ અને કાશ્મીના કાશ્મીર વિસ્તારના અંગત પ્રવાસની (ઈયુનું આ અધિકૃત પ્રતિનિધિ મંડળ નથી) વ્યવસ્થા કરી છે. જે આપણી રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ છે. હું સરકારને ભલામણ કરીશ કે આ પ્રવાસને રદ કરે  કારણ કે તે અનૈતિક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news