MPમાં લોકસભાની રાજ્યસભા પર પણ અસર: કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો ભાજપનો દાવો

મધ્યપ્રદેશ વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઇ હોવાનો દાવો કરતા, વિધાનસભાનાં વિશેષ સત્રની માંગ કરી

MPમાં લોકસભાની રાજ્યસભા પર પણ અસર: કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો ભાજપનો દાવો

ભોપાલ : લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ સામે આવ્યા બાદ હવે કેન્દ્રી સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ રાજકીય હલચલ વધી ગઇ છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપના મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વવાળી સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કરાઇ રહ્યો છે. એટલું જ નહી ભાજપે રાજ્યપાલ આનંદી બહેન પટેલને પત્ર લખીને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરવાની વાત કરી છે. 
અહો આશ્ચર્યમ! લોકસભા ચૂંટણીના કરોડોના ખર્ચ સામે અડધી રકમ પંચ દ્વારા જપ્ત કરાઈ..!!!
મધ્યપ્રદેશમાં વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવે દાવો કર્યો, કમલનાથ  સરકાર આપોઆપ ભાંગી પડશે. હું જોડતોડની રાજનીતિમાં વિશ્વાસ નથી ધરાવતો પરંતુ તેનો સમય આવી ચુક્યો છે અને એ તે ઝડપથી થશે. અમે વિધાનસભા સત્ર બોલાવવા માટે ગવર્નરને પત્ર મોકલી રહ્યા છીએ. 

Lok sabha elections 2019: બ્રાંડ મોદી અને બે દશક જૂના સામાજિક સમીકરણો વચ્ચે જંગ!!
વિશેષ સત્ર અંગે ભાર્ગવની દલીલ
ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે જો કે તે વાતનો ઇન્કાર કર્યો કે, તેમણે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કમલનાથ સરકારના શક્તિપરિક્ષણ માટે કરે છે. ભાર્ગવે કહ્યું કે, માંગ કમલનાથ સરકારનાં શક્તિપરિક્ષણ માટે કરી છે. ભાર્ગવે કહ્યું કે, 6 મહિના ચૂંટણીના થઇ ચુક્યા છે. 11 ડિસેમ્બરને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી. રાજ્યમાં લોકો કમલનાથ સરકારથી ખુશ નથી. ચૂંટણી એક્ઝિટ પોલ્સના પરિણામો પણ સ્પષ્ટ જણાવે છે કે કોંગ્રેસ પાસે હવે જનમત નથી. જે અંગે વિધાનસભામાં ચર્ચા થાય તે જરૂરી છે. શક્યતા છે કે સત્ર દરમિયાન સ્પીકર પાસે શક્તિપરિક્ષણની માંગ કરવામાં આવે. 

ભાજપનો કોંગ્રેસને જવાબ
બીજી તરફ પ્રદેશ કમલનાથ સરકારે ભાજપને જવાબ આપતા કહ્યું કે, સરકાર મજબુત છે, ભાજપ દિવે સપના જોવાનું બંધ કરે. કોંગ્રેસ નેતા મુકેશ નાયકે કહ્યું કે, જે સંસદીય નિયમ અને પ્રક્રિયા છે તેના અનુસાર વિધાનસભાનું વિશેષ સત્ર ત્યારે જ બોલાવી શકાય છે જ્યારે એક નિશ્ચિત પ્રમાણમાં ધારાસભ્યો દ્વારા માંગ કરવામાં આવે અને ત્યાર બાદ મુખ્યમંત્રી સત્રનું આહ્વાન કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news