20 લાખની ડુંગળી ચોરાઇ ગઇ તો દોડતો દોડતો પોલીસ પાસે પહોંચ્યો વેપારી, કહ્યું- સાહેબ...

દેશમાં હાલ ડુંગળીની વધતી જતી કિંમતોએ હવે વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે જે પ્રકારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, ચોરોનો નવો ટાર્ગેટ ડુંગળી બની ગઇ છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પણ ડુંગળી (Onion)ની વધેલી કિંમતો વચ્ચે 20 લાખ રૂપિયાની ડુંગળી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

20 લાખની ડુંગળી ચોરાઇ ગઇ તો દોડતો દોડતો પોલીસ પાસે પહોંચ્યો વેપારી, કહ્યું- સાહેબ...

શિવપુરી: દેશમાં હાલ ડુંગળી (Onion)ની વધતી જતી કિંમતોએ હવે વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે જે પ્રકારે ડુંગળી (Onion)ના ભાવ વધી રહ્યા છે, ચોરોનો નવો ટાર્ગેટ ડુંગળી બની ગઇ છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પણ ડુંગળી (Onion)ની વધેલી કિંમતો વચ્ચે 20 લાખ રૂપિયાની ડુંગળી (Onion) ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડુંગળી (Onion)ને લઇને જઇ રહેલા ટ્રક તો મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લા (Shivpuri)માં મળી ગયા, પરંતુ ડુંગળી ગાયબ હતા.  ડુંગળી ચોરી થયા બાદ વેપારી દોડતો દોડતો પોલીસ પાસે પહોંચ્યો, જ્યાં તેણે 20 લાખની ડુંગળી ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરી પરંતુ તેને ખાલી ટ્રક મળ્યો. 

મળતી માહિતી અનુસાર પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસને મળતી માહિતી અનુસાર નાસિક (Nashik)ના વેપારી પ્રેમચંદ શુક્લાએ જાવેદ નામના ટ્રાંસપોર્ટરને નાસિકથી ગોરખપુર (Gorakhpur) માટે ટ્રક નંબર એમપી 09 એચએચ 8318માં લગભગ 20 લાખ રૂપિયાની ડુંગળી રવાના કરી હતી, પરંતુ રસ્તામાં ગાયબ કરી દીધી. ટ્રક શિવપુરીમાં મળી ગયો, પરંતુ ડુંગળી (Onion) ગાયબ છે.

સંબંધિત વેપારીએ ગુરૂવારે શિવપુરી પોલીસ અધિક્ષક રાજેશ સિંહ ચંદેલને મળીને આ મામલે ફરિયાદ કરી છે અને શિવપુરી (Shivpuri)ના રહેવાસી એક ટ્રક માલિક વિરૂદ્ધ ડુંગળી (Onion) ચોરી કરવાનો કેસ દાખલ કરવાની માંગ કરી છે.  

શિવપુરી શાકમાર્કેટ સંઘના મોહમંદ ઇરશાદે કહ્યું કે 'અમે પણ નાસિકથી આવેલા આ વેપારીની મદદ કરી રહ્યા છે અને જે લોકોએ આ ડુંગળી (Onion) ગાયબ કરી છે તેની શોધખોળમાં પોલીસ મદદ કરી રહી છે.'' વેપારીની ફરિયાદ બાદ હાલ શિવપુરી પોલીસ તપાસમાં લાગી ગઇ છે અને જે લોકોના નામ ચોરીની ઘટનામાં સામે આવી રહ્યા છે તેમની શોધખોળ ચાલી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news