14માં રાજ્યમાં ફેલાયો ઓમિક્રોન, જમ્મુમાં મળ્યા 3 સંક્રમિત, મહારાષ્ટ્રમાં 11 નવા કેસ

ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ નવો વેરિએન્ટ દેશના 14 પ્રદેશોમાં પહોંચી ગયો છે. 
 

14માં રાજ્યમાં ફેલાયો ઓમિક્રોન, જમ્મુમાં મળ્યા 3 સંક્રમિત, મહારાષ્ટ્રમાં 11 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન  (Omicron Variant News) ના કુલ 220 કેસ થઈ ગયા છે. ઓમિક્રોન દેશના 14માં રાજ્ય જમ્મુમાં પણ પહોંચી ગયો છે. અહીં કુલ ત્રણ લોકો ઓમિક્રોન વાયરસથી સંક્રમિત મળ્યા છે. તો મહારાષ્ટ્રમાં મંગળવારે 11 નવા કેસ આવ્યા બાદ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 64 થઈ ગઈ છે. ત્યારબાદ દિલ્હીમાં 54 કેસ છે. તેલંગણા અને કર્ણાટકમાં પણ ઓમિક્રોનના કેસ આવવાનો સિલસિલો યથાવત છે. 

દિલ્હીમાં લોક નાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સુરેશ કુમારે કહ્યુ- અત્યાર સુધી અમે 24 ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓની સારવાર કરી છે, પરંતુ માત્ર બે લોકોમાં લક્ષણ જોવા મળ્યા છે. એક દર્દીને હળવો તાવ, ગળામાં ખારાશ હતી, માથા અને શરીરમાં દુખાવો હતો. બીજા દર્દીને ગળામાં ખારાશ અને ઝાડાની ફરિયાદ હતી. સારવાર બાદ તેની તબીયતમાં સુધારો થયો અને કોઈને પણ સ્ટેરોયડ, એન્ટીવાયરલ ડ્રગ્સ કે ઓક્સીજન થેરેપી આપવાની જરૂર પડી નહીં, જ્યારે ડેલ્ટા વેરિએન્ટના સમયમાં તેનો ખુબ ઉપયોગ થયો હતો.

રાજ્ય ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર 65
રાજસ્થાન 18
દિલ્હી 54
ગુજરાત 14
ઉત્તર પ્રદેશ 2
જમ્મૂ 3
કેરલ 15
કર્ણાટક 19
તેલંગણા 24
આંધ્ર પ્રદેશ 1
ચંડીગઢ 1
પશ્ચિમ બંગાળ 1
તમિલનાડુ 1
ઓડિશા 2
કુલ (21 ડિસેમ્બર, રાત્રે9 કલાક સુધી) 220

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news