Odisha Train Tragedy: દુર્ઘટના પહેલા કેવો હતો કોરોમંડળ એક્સપ્રેસનો અંદરનો નજારો, સામે વીડિયો આવ્યો સામે, જોઈને ઉડી જશે હોશ
Odisha Train Tragedy: વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સફાઈ કર્મચારી કોચમાં સફાઈ કરી રહ્યો છે અને યાત્રી પોતાના બર્થ પર આરામ કરી રહ્યાં છે. પછી અચાનક ઝટકો લાગે છે અને લોકોના અવાજો વચ્ચે કેમેરો હલવા લાગે છે.
Trending Photos
બાલાસોરઃ Odisha Train video: ઓડિશાના બાલાસોર જિલ્લામાં પાછલા સપ્તાહે થયેલી ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 275થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે એક હજાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોરોમંડલ એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો વચ્ચે આ દુર્ઘટના સર્જાય હતી, જેમાં એક માલગાડી હતી. સૌથી વધુ નુકસાન કોરોમંડલ એક્સપ્રેસને થયું અને ટ્રેનમાં સવાર ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભયાનક દુર્ઘટના સાથે જોડાયેલી ઘણી તસવીર તમે જોઈ હશે, પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જે દુર્ઘટના સમયનો છે અને ટ્રેનની અંદર રેકોર્ડ કરવામાં આવ્યો છે.
ઓડિશાના સ્થાનિક ઓડિશા ટીવીએ આ વીડિયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. આ વીડિયો દુર્ઘટના સમયે ટ્રેનની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પ્રથમ ટ્રેન ક્લીનર કોરોમંડલ એક્સપ્રેસમાં જોઈ શકાય છે. તે વાઇપર વડે ટ્રેનની બોગી સાફ કરી રહ્યો છે. આ દરમિયાન કેટલાક મુસાફરો બોગીમાં પણ જોવા મળે છે. આ દરમિયાન, ટ્રેનનો અકસ્માત થાય છે અને કેમેરા ફરવા લાગે છે. અકસ્માત સમયે ટ્રેનમાં લોકોની ચીસો પણ સંભળાય છે. આ વીડિયો અપલોડ કરતી વખતે OTVએ દાવો કર્યો છે કે તે કોરોમંડલ એક્સપ્રેસનો છે. જોકે, ઝી 24 કલાક વીડિયોની સત્યતાની ચકાસણી કરતું નથી. વીડિયો સામે આવ્યા બાદ તે વાયરલ થયો છે.
દુર્ઘટના સ્થળ જોવા આવી રહ્યાં છે લોકો
તો ભીષણ રેલ અકસ્માતના પાંચ-છ દિવસ બાદ ગતિવિધિઓ સામાન્ય થઈ રહી છે. પરંતુ કેટલાક યાત્રી સ્ટેશન અને દુર્ઘટનાસ્થળને જોવા આવી રહ્યાં છે. ભીષણ ગરમીમાં પણ લોકો હાથમાં મોબાઇલ કેમેરો લઈને ઘટનાસ્થળ પર દુર્ઘટનાગ્રસ્ત રેલગાડીઓના અવશેષ જોવા પહોંચી રહ્યાં છે. રેલવે અધિકારીઓએ દુર્ઘટનાવાળા ક્ષેત્રને લીલા કપડાથી ઢાંકી દીધુ છે, પરંતુ પાટાના કિનારે દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન કોચને જોઈ શકાય છે.
મૃતદેહોની ઓળખ કરવામાં લાગ્યું રેલવે
ટ્રેન દુર્ઘટના બાદ જે મૃતકોના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી, તેમની ઓળખ માટે, રેલવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત વેબસાઇટ અને સિમ કાર્ડ ત્રિકોણ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે 2 જૂને થયેલી રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 83 મૃતદેહની હજુ ઓળખ થઈ નથી. રેલવેએ શરૂઆતમાં આધાર કાર્ડનું નિયમન કરતી એક ટીમને બોલાવી હતી જેથી મૃતકોની ઓળખ માટે અંગુઠાનું નિશાન લઈ શકાય. એક અધિકારીએ કહ્યું- પરંતુ આ ઉપાય સફળ થઈ શક્યો નહીં કારણ કે મોટા ભાગના કિસ્સામાં અંગુઠાની ત્વચા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને નિશાન લેવું મુશ્કેલ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે