આગામી 72 કલાકમાં વણસી શકે છે ઓરિસ્સાની સ્થિતી, તોફાની વરસાદની આગાહી
વિભાગના અનુસાર આજે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની તોફાન થવાની શક્યતા છે
Trending Photos
નવી દિલ્હી : પહેલાથી જ પુરની સમસ્યા સામે જઝુમી રહેલા ઓરિસ્સાની મુશ્કેલીમાં ઓર વધારો થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગે ઓરિસ્સામાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગનાં અનુસાર, બંગાળના ઉત્તર-પશ્ચિમી ખાડી પર રહેલા ઓરિસ્સા કિનારા પર 1.5થી 4.5 કિલોમીટર વચ્ચે તોફાન આવી શકે છે, જેના કારણે ઓરિસ્સામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.
મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત
વિભાગના અનુસાર, આજે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ફુંકાવાની સંભાવના છે. જો એવું થાય છે તો ઓરિસ્સાનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો એવું જ થાય છે તો ઓરિસ્સાનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સા હાલમાં જ તોફાનો સામે જઝુમી ચુક્યું છે. ચક્રવાત ફણિના કારણે રાજ્યમાં થયેલા નુકસાનની સામે કેન્દ્ર સરકારે ઓરિસ્સાને 3338.22 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવી છે.
અયોધ્યા કેસ LIVE : સુપ્રીમ કોર્ટ સુનાવણીનો 10મો દિવસ, થઇ ધારદાર દલીલો...
ચક્રવાત ફણિથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે તેના પહેલા 340 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સા આવ્યા હતા અને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચક્રવાત ફણી ગત્ત 3 મેનાં રોજ પુરી જિલ્લામાં ટકરાયું હતું. તેના પ્રભાવથી પુરી, ખુર્દા, કટક, ભુવનેશ્વરની સાથે અન્ય કિનારાનાં જિલ્લાઓમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે