ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ધવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક

શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મુંબઈ (Mumbai) ના શિવાજી પાર્કમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (BhagatSingh Koshyari) એ તેમને શપથ લેવડાવ્યાં. ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા. ભગવા કપડામાં તેઓ શપથ લેવા માટે પહોંચ્યા હતાં. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ માથા પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે તેઓ મંચ પર પહોચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે જનતાનું અભિવાદન કર્યું હતું. શપથ બાદ તેઓ જનતા સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યાં હતાં. 

ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ધવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક

મુંબઈ: શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મુંબઈ (Mumbai) ના શિવાજી પાર્કમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (BhagatSingh Koshyari) એ તેમને શપથ લેવડાવ્યાં. ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા. ભગવા કપડામાં તેઓ શપથ લેવા માટે પહોંચ્યા હતાં. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ માથા પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે તેઓ મંચ પર પહોચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે જનતાનું અભિવાદન કર્યું હતું. શપથ બાદ તેઓ જનતા સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યાં હતાં. 

उद्धव ठाकरे बने महाराष्‍ट्र के 18वें मुख्‍यमंत्री, शिवसेना-NCP-कांग्रेस के इन 6 मंत्रियों ने भी ली शपथ

ભગવા કપડાં અને તિલક ધારણ કરીને ઉદ્ધવ ઠાકરેએ જેવું કહ્યું કે મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે.... ત્યાં તો શિવાજી પાર્કમાં શિવસેના (Shivsena) તરફથી જોરદાર સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતાં. આ દરમિયાન ભવ્ય આતિશબાજી પણ જોવા મળી. ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના વિધાયક દળના નેતા એકનાથ ખડસે અને સુભાષ દેસાઈએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. અત્રે જણાવવાનું કે આ બંને નેતાઓ અગાઉ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની સરકારમાં પણ મંત્રી હતાં. ખડસે થાણેથી આવે છે અને દેસાઈ કોંકણ ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરે છે. 

ત્યારબાદ એનસીપી (NCP)ના નેતા જયંત પાટિલે મંત્રી પદના શપથ લીધા. પાટિલ 1999થી 2008 સુધી રાજ્યમાં નાણા, શિક્ષમ અને ગ્રામીણ વિકાસ મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે. પાટિલના નામે સૌથી વધુ 9 વાર બજેટ રજુ કરવાનો રેકોર્ડ છે. ત્યારબાદ છગન ભૂજબળે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. છગન ભૂજબળ એક સમયે શિવસેનાના આક્રમક નેતા ગણાતા હતાં. શિવસેનાના ધારાસભ્ય અને મુંબઈના મેયર રહી ચૂક્યા છે. 1991માં તેમણે શિવસેના છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ભૂજબળ પછાત જાતિના મજબુત નેતા ગણાય છે. તેઓ એવા નેતા છે જેમણે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ત્રણેય સાથે કામ કર્યું છે. 

જુઓ LIVE TV

ત્યારબાદ કોંગ્રેસ વિધાયક દળના નેતા બાળાસાહેબ થોરાટે પદ અને ગોપનીયતાના શપથ લીધા. થોરાટ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. રાજ્યમાં મહેસૂલ અને કૃષિ મંત્રી પદ સંભાળી ચૂક્યા છે. 

અત્રે જણાવવાનું કે ઠાકરે પરિવારમાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્ર બનનારા ઉદ્ધવ ઠાકરે પહેલા વ્યક્તિ છે. આ અગાઉ ઠાકરે પરિવારમાંથી કોઈ પણ સભ્ય મુખ્યમંત્રી બન્યા નથી. જો કે મહારાષ્ટ્રમાં બે વાર શિવસેનાના મુખ્યમંત્રી રહ્યા છે. શિવસેનામાંથી અગાઉ મનોહર જોશી મુખ્યમંત્રી બન્યા હતાં અને ત્યારબાદ નારાયણ રાણે બીજા મુખ્યમંત્રી હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news