Vaccination Certificate: તમારા કોરોના રસીના સર્ટિફિકેટમાં ભૂલ જાય છે? ફટાફટ આ રીતે જાતે જ કરી શકશો સુધારો 

કોરોના રસી લગાવવા માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન દરમિયાન કોઈએ ભૂલથી પોતાનું નામ, જન્મતિથિ કે જાતિ ખોટી લખી નાખી હોય અને વેક્સીન સર્ટિફિકેટમાં પણ તે ખોટું દર્શાવતું હોય તો હવે તેમાં કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જઈને સુધારો કરી શકાય છે.

Vaccination Certificate: તમારા કોરોના રસીના સર્ટિફિકેટમાં ભૂલ જાય છે? ફટાફટ આ રીતે જાતે જ કરી શકશો સુધારો 

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ માટે લોકો કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક લોકોની એવી ફરિયાદો જોવા મળી રહી છે કે તેમના રસીકરણના સર્ટિફિકેટમાં ભૂલ જઈ રહી છે. જો તમારી સાથે પણ આવું થયેલું જોવા મળ્યું હોય તો તમને હવે તે સુધારવાની તક મળી રહી છે. હા...બિલકુલ સાચી વાત છે. અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે કોવિન પોર્ટલ  (cowin.gov.in) પર જઈને તેને ઠીક કરી શકશો. 

નામ, જન્મતારીખ, જાતિમાં કરી શકો છો ફેરફાર
કોરોના રસી લગાવવા માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન દરમિયાન કોઈએ ભૂલથી પોતાનું નામ, જન્મતિથિ કે જાતિ ખોટી લખી નાખી હોય અને વેક્સીન સર્ટિફિકેટમાં પણ તે ખોટું દર્શાવતું હોય તો હવે તેમાં કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જઈને સુધારો કરી શકાય છે. ત્યારબાદ રસીકરણ સર્ટિફિકેટ પર યોગ્ય નામ, જન્મતારીખ અને જેન્ડર આવી જશે. જો કે ડિટેલને ફક્ત એકવાર જ અપડેટ કરી શકાય છે. 

રસી મૂકાવ્યા બાદ ભૂલ સુધારી શકાશે
જો તમે રસી મૂકાવી લીધી હોય અને રસી સર્ટિફિકેટમાં કોઈ ભૂલ જતી હોય તો તમે કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જઈને તેને સુધારી શકો છો. પોર્ટલ પર રજિસ્ટ્રેશન દરમિયાન થયેલી ભૂલ સુધારીને નવેસરથી નવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. 

— Aarogya Setu (@SetuAarogya) June 8, 2021

આ રીતે કરી શકશો સુધારો
આ માટે તમારે કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર નાખીને લોગઈન કરો. લોગ ઈન કર્યા બાદ એકાઉન્ટ ડિટેલની નીચે Raise an Issue પર ક્લિક કરો. મેમ્બરનું નામ સિલેક્ટ કર્યા બાદ Correction in Certificate ને સિલેક્ટ કરો. ત્યારબાદ નીચે નામ, જન્મસ્થળ અને જેન્ડરનું ઓપ્શન આવશે. જ્યાંથી તમે સુધારો કરી શકો છો. 

step-by-step guide 

- સૌથી પહેલા તમે કોવિન પોર્ટલ CoWIN portal (www.cowin.gov.in) તમારો મોબાઈલ નંબર નાખી લોગ ઈન કરો. 
- ત્યારબાદ 6 ડિજિટનો ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.
- તેના પર ક્લિક કરીને વેરિફાઈ કરી આગળ જાઓ. 
- જો તમે રસી લઈ લીધી હશે તો તમને  Raise an Issue બટન જોવા મળશે. ફેરફાર કરવા માટે તેના પર ક્લિક કરો. 
- ત્યારબાદ તમે Correction in Certificate પેજ પર જશો. અહીં તમને  “select the member” વિકલ્પ જોવા મળશે. જ્યાં તમે પરિવારના જે સભ્યના સર્ટિફિકેટમાં તમારે સુધારો કરવો હોય તેને સિલેક્ટ કરો. ત્યારબાદ “What is the issue? આવશે અને એકવાર તમે  “Correction in Certificate” કરશો...
- . ત્યારબાદ તમને ત્રણ બોક્સ નામ, જન્મ મહિનો અને જેન્ડર ( Name, Year of Birth, and Gender) નું ઓપ્શન આવશે. તમારે જેમા સુધારો કરવો હોય તેમાં અહીંથી તમે સુધારો કરી શકો છો. 

સોશિયલ મીડિયા પર રસી સર્ટિફિકેટ શેર ન કરો
ગૃહ મંત્રાલયને આધીન કામ કરતી સંસ્થા સાઈબર દોસ્તે ટ્વીટ કરીને લોકોને સોશિયલ મીડિયા પર રસી સર્ટિફિકેટ શેર ન કરવાની સલાહ આપી છે. સાઈબર દોસ્તે ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોના રસીના સર્ટિફિકેટમાં નામ, ઉંમર અને લિંગ તથા આગામી ડોઝની તારીખ સહિત અનેક જાણકારીઓ સામેલ હોય છે. આ જાણકારીઓ સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી શકે છે. તમારી આ જાણકારીઓનો ઉપયોગ કરીને સાઈબર ઠગ તમારી સાથે ફ્રોડ આચરી શકે છે. આથી રસીકરણનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર શેર ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news