ઓલમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારીઓ શરૂ, સર્વે માટે ઔડાએ બહાર પાડ્યું ટેન્ડર
ઔડાએ મંગળવારે ઓલમ્પિક (Olympic) માપદંડના અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર એનાલિસિસ માટે ટેંડર જાહેર કર્યા છે. ટેંડર પૂર્ણ થયા બાદ ગેપ એનાલિસિસ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનો રહેશે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: 1896થી ઓલમ્પિક રમત (Olympic Game) નું આયોજન થઇ રહ્યું છે પરંતુ આજ સુધી ભારત (India) માં તેનું આયોજન થયું નથી. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન થઇ રહ્યું છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં તેના આયોજનની માંગ તેજ થઇ છે. 2032 સુધી ઓલિમ્પિક્સ (Olympics) નો નિર્ણય થઇ ચૂક્યો છે અને આ અનુસંધાનમાં ભારત પ્રબળ દાવેદાર છે.
શું 16 વર્ષ બાદ 2036 માં ભારતમાં ઓલિમ્પિક્સ (Olympics) ગેમનું સપનું પુરૂ થઇ શકે છે. આ પ્રશ્નનો જવાબ આગામી થોડા મહિનામાં જ મળી જશે પરંતુ અમદાવાદ (Ahmedabad) ઓલિમ્પિક (Olympic) ગેમની મેજબાની માટે કમર કસી ચૂકી છે. તેના માટે આગામી 2036ની ઓલમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક યોજાશે કે કે તેનું ગેપ એનાલિસિસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
ઔડાએ મંગળવારે ઓલમ્પિક (Olympic) માપદંડના અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર એનાલિસિસ માટે ટેંડર જાહેર કર્યા છે. ટેંડર પૂર્ણ થયા બાદ ગેપ એનાલિસિસ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનો રહેશે. ત્રણ મહિનામાં રિપોર્ટ તૈયાર સોંપવાનો રહેશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને એએમસી અને ઔડા સંયુક્ત રીતે કામ કરશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન ઓલમ્પિક અને કોમનવેલ્થ જેવી આંતરરાષ્ટ્રીય રમત યોજાય તે હેતુથી કરાયું છે. આ માટે એન્કરિંગની જવાબદારી સોંપાઇ છે.
2032 માટે ભારત (India) દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જોકે બ્રિસબેનની દાવેદારી પ્રબળ બનતા હવે 2036 માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ઓલમ્પિક્સ માટે વિશ્વ કક્ષાના સ્ટેડિય, સુરક્ષા વ્યવસ્થા અને હોટલ્સનું નિર્માણ જરૂરી છે. ઓલમ્પિક્સ યોજાય તો હજારોને રોજગારી મળે તેવું ઔડાનું અનુમાન છે. ઓલમ્પિક્સનું આયોજન થવાથી અમદાવાદના આસપાસ બહોળો વિકાસ થશે અને યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે. આ ઉપરાંત હોટલ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
2028 સુધીના ઓલમ્પિક (Olympics) મેજબાન દેશનો નિર્ણય થઇ ચૂક્યો છે. હવે 2032 ની મેજબાની માટે આગામી મહિને બિડ ખુલવાની છે. 2020 ના ઓલમ્પિક ગેમ્સ કોરોનાના લીધે 2021 માં થવાના છે. જાપાન (Japan) માં તેનું આયોજન છે. જોકે હજુ સુધી કોરોનાના લીધે હજુ સુધી કંઇ નક્કી કહી ન શકાય. 2024 ઓલમ્પિકનું આયોજન પેરિસમાં થવાનું છે અને 2028 ના ઓલમ્પિકનું આયોજન લોસ એંજિલસમાં થશે. 2032 ના ઓલમ્પિક સ્થળ ફાઇનલ થઇ ચૂક્યા છે. ઓલમ્પિક કમિટીએ તેના માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનને મનપસંદ સ્થળ ગણવામાં આવે છે. જોકે અંતિમ નિર્ણય થવાનો બાકી છે.
કોણ કોણ છે 2036ના દાવેદાર
2036 ઓલમ્પિક ગેમ (Olympics Game) માટે જર્મની, ભારત, કતર, ઇંડોનેશિયા, હંગરી, ઉત્તર અને દક્ષિણ કોરિયા ટેક્નિકલ રૂપથી પહેલાં જ લાઇનમાં છે. તેના માટે આ ઉપરાંત બ્રિટન પણ નવું દાવેદાર બની ગયું છે. ઓલમ્પિક ગેમ માટે જગ્યાની પસંદગી ખૂબ જ બારીકાઇથી તપાસ કર્યા બાદ કરવામાં આવે છે. અત્યર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન થઇ રહ્યું હતું. પરંતુ ગત કેટલાક વર્ષોથી વિકાસશીલ દેશોમાં તેને કરાવવાની માંગ તેજ થવા લાગી છે. આ ક્રમમાં 2008 નું ઓલમ્પિક ચીનમાં અને 2016 નું ઓલમ્પિક બ્રાજીલમાં થયું હતું. હવે જો જે દેશોમાં ઓલમ્પિકનું આયોજન થયું નથી જો તે દેશોમાં તેના આયોજનને પ્રાથમિકતા આપવામાં આવે છે તો ભારત અને ઇંડોનેશિયા તેનું પ્રબળ દાવેદાર છે. જે પ્રકારે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં ભારતને પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે