JEE Exam: હવે JEE પરીક્ષા પાસ કરવાની ચિંતા છોડો, બસ આટલું કરો અને મેળવો 100 ટકા પરિણામ

JEE Exam: હવે JEE પરીક્ષા પાસ કરવાની ચિંતા છોડો, બસ આટલું કરો અને મેળવો 100 ટકા પરિણામ

JEE મેઇન્સની પ્રથમ તબક્કાની પરીક્ષા 24મી જાન્યુઆરીથી શરૂ થવાની છે. જેથી હવે વિદ્યાર્થીઓ પાસે JEE મેઇન્સની સાથે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા માટે વધુ સમય નથી બચ્યો. ત્યારે પરીક્ષાની ચિંતાના લીધે વિદ્યાર્થીઓ પર વધુ દબાણ ઊભુ થાય છે. પરંતુ હવે તમે ચિંતા કરવાનું છોડી દો. કેમ કે અમે તમને JEE મેઇન્સની પરીક્ષાની તૈયારી માટે કેટલીક મહત્વની ટીપ્સ આપવાના છીએ. જેનાથી તમે ઓછા સમયમાં પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકો છો. JEEએ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાંની એક છે. જેમાં JEE Mains અને JEE એડવાન્સ પરીક્ષાનો સમાવેશ થાય છે. JEE મેઇન્સ 2023ની પરીક્ષાની તારીખો ગયા વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવી હતી. 2023માં JEE મેઈન્સની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે અને બીજા તબક્કાની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 25, 26, 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરીએ લેવાવશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષાઓ 6, 8, 10, 11, 12 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

JEE પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

JEEनी પરીક્ષામાં સારા માર્કે લાવવા માટે વિદ્યાર્થીઓએ આયોજન પૂર્વક તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ મુખ્ય વિષયો ભૌતિકશાસ્ત્ર, ગણિત અને રસાયણશાસ્ત્રની તૈયારી કરવાની જરૂર છે. તો આવો તમને વિષય મુજબ કેટલીક ટીપ્સ આપીએ જેનાથી તમે વધુ સારી રીતે તૈયારી કરી સારા માર્ક મેળવી શકો છો.

ભૌતિકશાસ્ત્ર વિષયની તૈયારી કેવી રીતે કરવી?

ભૌતિકશાસ્ત્ર વિષયની તૈયારી માટે વિદ્યાર્થીઓએ વિષયની તમામ મૂળભૂત બાબતોને સમજવી જરૂરી છે. જો તમે સમસ્યા વગર તૈયારી કરવાનું શરૂ કરશો તો તમને મુંઝવતા પ્રશ્નો હલ નહીં કરી શકો. સામાન્ય રીતે JEE પરીક્ષામાં MCQ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં સંખ્યાત્મક પ્રશ્નો પણ સિદ્ધાંત સંબંધિત પ્રશ્નો જેટલા જ મહત્વપૂર્ણ હોય છે. જેથી વિદ્યાર્થીઓએ બંને પર સરખું ધ્યાન આપવું જોઈએ. આ માટે વેબસાઈટ્સ સહિતના સોર્સમાંથી ભૌતિકશાસ્ત્રના મોક ટેસ્ટના પેપર ઉકેલી તૈયારી કરી શકે છે. પુસ્તકો અને કોચિંગના મોડ્યુલમાં આપેલા પ્રશ્નો હલ કરવા જોઈએ. તેમા પણ વિષય કે પ્રશ્ન ના સમજાય તેની યાદી તૈયાર કરી વિદ્યાર્થીઓ શિક્ષકોની મદદથી સોલ કરી શકે છે. આ સાથે વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાન વિષયમાં ઉપયોગમાં લેવાતા પ્રતીકોની તૈયારી કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

રસાયણશાસ્ત્ર વિષયની તૈયારી કેવી રીતે કરવી?

રસાયણશાસ્ત્રને ત્રણ એકમોમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં ભૌતિક રસાયણશાસ્ત્ર, કાર્બનિક રસાયણશાસ્ત્ર અને અકાર્બનિક રસાયણશાસ્ત્રનો સમાવેશ થાય છે. જેથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મદદ મળે છે. વિદ્યાર્થીઓ મોટે ભાગે રસાયણશાસ્ત્ર વિષયના પ્રશ્નો પર ધ્યાન આપતા નથી અને આ કારણોસર તેમના માર્કસ પણ ઓછા આવે છે. સારા માર્ક મેળવવા માટે વિદ્યાર્થીઓએ અન્ય બે વિષયો સાથે રસાયણશાસ્ત્રની તૈયારી કરવી પણ જરૂરી છે. જેમાં એકમોની યાદી બનાવી ગોખવા કરતા વિષયને સમજીને તૈયાર કરવાથી ફાયદો થાય છે.  વિદ્યાર્થીઓએ રસાયણશાસ્ત્રની તૈયારી માટે NCERT અને ઉપલબ્ધ કોચિંગ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. એક નકલ બનાવો અને દરેક પ્રકરણ અને એકમ માટે તેમાં આપેલ સમીકરણો અને મિકેનિઝમ્સ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ લખીને નોંધ બનાવો. જેને સ્ટેપ બાઈ સ્ટેપ સમજવાનો પ્રયાસ કરો.

ગણિતની તૈયારી કેવી રીતે કરવી?

વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની તૈયારી કરવી અત્યંત મુશ્કેલ છે. પરંતુ તમે મન લગાવીને અભ્યાસ કરશો તો ગણિત વિષય એટલો અઘરો નહીં લાગે. ધોરણ 12ના ગણિત અને JEE Mains અને JEE Advancedનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે અલગ હોય છે. પરંતુ રસપૂર્વક અભ્યાસ તમને પ્રશ્નોના ઝડપી ઉકેલનું માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓએ ગણિતના તમામ સૂત્રો એવી રીતે તૈયાર કરવા જોઈએ કે તેઓ તેને આંગળીના વેઢે યાદ રાખી શકે. વિદ્યાર્થીઓએ ફોર્મ્યુલાની સાથે તમામ શોર્ટકટ યાદ રાખવા જોઈએ જેથી તેઓ ઝડપથી પ્રશ્નો ઉકેલી શકે.

પરીક્ષાની તૈયારી માટે સામાન્ય ટિપ્સ?

1. JEE પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયને સમાન સમય આપવા માટે ટાઇમ ટેબલ બનાવવો જોઈએ
2. ટૂંકી નોંધ બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી તમે છેલ્લી ઘડીએ ખૂબ જ સરળતાથી સુધારો કરી શકો છો
3. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓએ બને તેટલા પ્રશ્ન પત્ર સોલ્વ કરવા જોઈએ. જેનાથી સારી તૈયારીની સાથે પ્રશ્નો હલ કરવાની ઝડપ વધે છે. પરીક્ષામાં સારા માર્ક મેળવા પ્રશ્નો સોલ કરવાની ઝડપ વધારવી ખૂબ જ જરૂરી હોય છે.
4. અભ્યાસને લગતી જરૂરી સામગ્રી નજીકમાં રાખો જેથી તમને પુસ્તકો શોધવામાં તકલીફ ન પડે
5. તૈયારી માટે એક ટાઈમ ટેબલ બનાવી બોર્ડ અને JEEની બંને પરીક્ષાની એકસાથે તૈયારી કરી શકાશે 
6. પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલો. ઘણી વખત પરીક્ષામાં પાછલા વર્ષના પ્રશ્નપત્રોને લગતા અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે પ્રશ્ન પત્રો સોલ્વ કર્યા હશે તો તમને પરીક્ષામાં સારો એવો ફાયદો થશે
7. અઘરા લાગતા પ્રશ્નોને સરળ ફોર્મ્યુલા બનાવી તૈયાર કરો

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news