રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, 1 જુલાઇથી થશે લાગુ

સબ્સિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવ્યું છે. એક જુલાઇથી દિલ્હીમાં ઘરેલુ ઉપયોગનું સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેલ કંપનીઓએ આ માહિતી આપી હતી. સબ્સિડી વગરનાં ઘરેલુ સિલિન્ડરનાં બજારના મુલ્યમાં ઘટાડો થવાની સાથે જ સબ્સિડીયુક્ત સિલિન્ડરનાં ઘરેલુ ગ્રાહકોને એક જુલાઇથી રિફિલ પ્રાપ્ત થવા અંગે 737.50 રૂપિયાનાં બદલે 637 રૂપિયાની ચુકવણી કરવી પડશે. 
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, 1 જુલાઇથી થશે લાગુ

નવી દિલ્હી : સબ્સિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવ્યું છે. એક જુલાઇથી દિલ્હીમાં ઘરેલુ ઉપયોગનું સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેલ કંપનીઓએ આ માહિતી આપી હતી. સબ્સિડી વગરનાં ઘરેલુ સિલિન્ડરનાં બજારના મુલ્યમાં ઘટાડો થવાની સાથે જ સબ્સિડીયુક્ત સિલિન્ડરનાં ઘરેલુ ગ્રાહકોને એક જુલાઇથી રિફિલ પ્રાપ્ત થવા અંગે 737.50 રૂપિયાનાં બદલે 637 રૂપિયાની ચુકવણી કરવી પડશે. 

10 કરોડથી વધારે કમાણી છે તો અડધો અડધ રકમ ટેક્ષ તરીકે ચુકવવી પડશે
જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રવિવારે બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં એવી માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા અને ડોલર રૂપિયાનાં વિનિમય દરમાં આવેલા પરિવર્તનનાં પ્રભાવ સ્વરૂપ એલપીજી સિલિન્ડર (14.2 કિલો) ના ભાવમાં ઘટાડો આવ્યો છે. નવા દર એક જુલાઇથી પ્રભાવી થશે. 

સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
સબ્સિડીયુક્ત રસોઇ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને રિફિલ લેતા સમયે બજાર મુલ્ય પર ચુકવણી કરવી પડતી હોય છે. ત્યાર બાદ સબ્સિડીની રકમના બેંક ખાતામાં ચુકવી દેવાય છે. ગ્રાહકોને એક વર્ષમાં 12 સિલિન્ડર સબ્સિડીવાળા મળે છે. એલપીજી સિલિન્ડરના મુલ્યમાં આવેલા ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબ્સિડીની રકમ મળવા અંગે જુલાઇ 2019માં સિલિન્ડરના પ્રભાવી દર 494.35 રૂપિયા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news