રેલવેની મોટી જાહેરાત, શ્રમિકોની ટ્રેનોના સંચાલન માટે રાજ્યોની સંમતિ જરૂરી નથી
Trending Photos
નવી દિલ્હી: દેશ લોકડાઉન 4.0 (Lockdown 4.0)ની વચ્ચે હવે પ્રવાસી મજૂરોને પરત ઘરે મોકલવાને લઇ ગૃહ મંત્રાલયે નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. ગૃહ મંત્રાલયે આ સૂચનોનું ધ્યાન શ્રમિક ટ્રેનોના સંચાલનના સમયે રાખવાનું રહશે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, શ્રમિક ટ્રેનોનું સંચાલન રેલવે મંત્રાલાય કરશે. પરંતુ તેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી ચર્ચા કરવાની રહેશે. ત્યારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવાની રહેશે. જે મજૂરોના આવવા અને જવાની વ્યવસ્થા જોશે.
રેલવેના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય જે નવી રીતથી એસઓપી જાહેર કરી છે. તેના અનુસાર, હવે તે જરૂરી નથી કે, જે રાજ્યમાં લોકોને જવાનું છે તે રાજ્યની પરવાનગી જરુરી હોય. એટલે કે, હવે રેલવે સીધું તે રાજ્યમાં લોકોને લઇ જઈ શકે છે જ્યાં શ્રમિકોને જવાનું છે.
રેલવેના પ્રવક્તા રાજેશ વાજપેયીએ કહ્યું કે, જે રાજ્યમાં શ્રમિકોને જવાનું છે ટ્રેનને ચલાવવા માટે તે રાજ્યોની સહમતિની જરૂરીયાત નથી.
આ નવા સૂચનો રાજકીય હંગામા બાદ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ સરકાર આ ટ્રેનોની સ્વીકૃતિ આપી રહી નથી.
1 મેથી રેલવેના પ્રવાસી મજૂરો માટે 1565 ટ્રેન શરૂ કરી છે અને 20 લાખ લોકો અત્યાર સુધી પોતાના ઘરે પરત પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે