Nizamuddin Corona Case:તબલીગી જમાતના લોકો અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15મી માર્ચ સુધી થયેલી તબ્લીગી જમાતની ધાર્મિક સભાએ કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. આ સભામાં સામેલ થયેલા 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે સોમવારે તેલંગણામાં મોત થયાં. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તબ્લીગી જમાતના નામે કોઈ પણ વિદેશીને વિઝા અપાતા નથી.
તબ્લીગી જમાતમાં સામેલ લોકો ભારત આવે ત્યારે વિઝામાં આ જાણકારીઓને છૂપાવે છે. વિઝાના મોટાભાગના કેસોમાં કહેવાય છે કે તેઓ ભારત ફરવા માટે આવે છે. સૂત્રોએ જણાવ્યું કે નિઝામુદ્દીનથી લઈને સમગ્ર દેશમાં તબ્લીગી જમાતના લોકો હાજર છે જેમાં ઈન્ડોનેશિયાથી લઈને અન્ય દેશોના વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનામાં મલેશિયામાં થયેલા તબ્લીગી જમાતથી સમગ્ર મલેશિયામાં કોરોના વાયરસ ફેલાયો હતો. ભાતમાં હજાર અનેક તબ્લીગી જમાતના લોકો મલેશિયાથી પાછા ફર્યા છે અને તેનાથી કોરોના ફેલાવવાનું જોખમ વધી ગયુ છે.
આ સમગ્ર મામલાએ કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કર્યો છે. સરકાર તેને કોરોના સામેની લડાઈમાં મોટો પડકાર માની રહી છે. સમગ્ર હાલાત પર સમીક્ષા કરવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં એ નિર્ણય લેવાશે કે આ પડકારને કેવી રીતે પહોંચી વળવું.
નોંધનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પ્રતિબંધો હોવા છતાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 1400 લોકો સામેલ હતાં. સોમવાર રાતે તેમાંથી 34 લોકોની તબિયત બગડી. ત્યારબાદ તેમને દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. હવે નિઝામુદ્દીનમાં ભેગા થયેલા તમામ 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં છે. તેમના પર લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.
જુઓ LIVE TV
આ કાર્યક્રમ સુન્ની ઈસ્લામ સંબંધિત સંસ્થા તબ્લીગી જમાતનો હતો. જે વર્ષભર ચાલે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 1400 લોકો નિઝામુદ્દીનના તબલીગી જમાતના સેન્ટર પર આવ્યાં હતાં. જેમાં 100 વિદેશીઓ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો સામેલ હતાં.
હવે આ મામલાની તપાસ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, દિલ્હી સરકારનો સ્વાસ્થ્ય વિભાગ અને દિલ્હી પોલીસ મળીને કરી રહ્યાં છે. આ ઘટના બાદથી અત્યાર સુધીમાં 300 લોકોને ત્યાંથી કાઢીને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે