પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કડક સંદેશ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્વચ્છ ભારત અભિયાનને સંબોધિત કરતા કહ્યુ કે જ્યારે લોકો વિદેશમાં જાય છે તો ચોકલેટના રેપરને ખિસ્સામાં રાખી દે છે પરંતુ જ્યારે તે ભારતમાં રહે છે તો તેને રસ્તા પર ફેંકી દે છે. 
 

પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કડક સંદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ગુટખા કે પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકવાની આદતને છોડાવવા માટે અનોખો આઈડિયા આપ્યો છે... તેમણે સૂચન કર્યુ છે કે રસ્તા પર થૂંકતા લોકોનો ફોટો પાડીને વર્તમાનપત્રમાં છાપવામાં આવે... ગડકરીનો આ વિચાર રસ્તાને સ્વચ્છ રાખવા અને આ કુટેવને ખતમ કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે... 

ગુટખા ખાાઈને પિચકારી મારતા લોકો સાવધાન
તમારો ફોટો છપાઈ શકે છે વર્તમાનપત્રમાં 
શું આ આઈડિયાથી લોકોની કુટેવ છૂટી જશે?...

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે આખા દેશમાં મોટી સંખ્યામાં લોકો ગુટખા કે પાન-મસાલાનું સેવન કરે છે... જેમાં કેટલાંક લોકો ચાલતાં-ચાલતાં, કેટલાંક લોકો બાઈક કે ગાડીમાંથી રસ્તા પર પિચકારી મારતા હોય છે... ત્યારે આવા લોકો માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાનદાર આઈડિયા આપ્યો...

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આઈડિયા ખરાબ નથી... એટલે ઝી મીડિયાએ જ્યાં મરજી પડે ત્યાં થૂંકવા માટે મજબૂર લોકોનો ફોટો પણ પાડ્યો અને તેમનો અભિપ્રાય પણ લીધો છે... 

રસ્તા પર થૂંકીને જે લોકો તેને લાલઘૂમ કરવાનો પ્રયાસ કરે છે... આવા લોકોને ભોપાલની યુવતીઓએ ખાસ સંદેશ આપ્યો....

પાન-મસાલા અને ગુટખા ખાતાં લોકોના ફોટો જો વર્તમાનપત્રમાં છપાશે તો તેમની આ ટેવ કાયમ માટે છૂટી જશે... જેનાથી શહેર અને દેશ બંને સ્વચ્છ બનશે...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news