ચૂંટણી બાદ નિતિન ગડકરીની RSSના ટોપ નેતા સાથે મુલાકાત, ચર્ચાઓનું બજાર ગરમ

એક્ઝિટ પોલ (Exit Poll 2019)ના પરિણામમાં ભાજપને મોટી બહુમત મળવાના અનુમાનોના બીજા દિવસે એટલે કે સોમવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીની મુલાકાત થઇ હતી.

ચૂંટણી બાદ નિતિન ગડકરીની RSSના ટોપ નેતા સાથે મુલાકાત, ચર્ચાઓનું બજાર ગરમ

નાગપુર: એક્ઝિટ પોલ (Exit Poll 2019)ના પરિણામમાં ભાજપને મોટી બહુમત મળવાના અનુમાનોના બીજા દિવસે એટલે કે સોમવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીની મુલાકાત થઇ હતી. આ મીટિંગ પછી ઘણા પ્રકારના અનુમાન સામે આવી રહ્યા છે. એવું એટલા માટે કેમકે વર્તમાન મહિનાઓમાં નિતિન ગડકરી ઘણી વખત પોતાની સ્વતંત્ર અભિપ્રાય જણાવતા આવ્યા છે. આમ તો નિતિન ગડકરી સંઘની ખુબજ નજીકના માનવામાં આવે છે. બે કલાક ચાલેલી તેમની મીટિંગમાં ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય પણ હાજર હતા.

ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ જોકે કહ્યુ હતું કે, બેઠક ચૂંટણીને લઇને નહીં પરંતુ એન્ટોડાયા યોજનાનાં સંબંધમાં હતી. આ સાથે જ કૈલાશ વિજયવર્ગીયથી જ્યારે પુછવામાં આવ્યું કે, તે પાર્ટી અધ્યક્ષ બનવાની રેસમાં છે તો તેમણે સ્પષ્ટ કર્યું કે, હું પાર્ટીના અધ્યક્ષ બનવાની દોડમાં નથી.

આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે કહ્યું કે, એક્ઝિટ પોલ છેલ્લુ પરિણામ નથી. પરંતુ NDA સરકાર દ્વારા કવામાં આવેલા વિકાસ કાર્યોના દમ પર ભાજપ ફરી એકવાર સત્તામાં આવવાના સંકેત આપે છે. ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક ‘પીએમ નરેન્દ્ર મોદી’ના પોસ્ટર જાહેર થવાના સમયે બોલી રહ્યા હતા. આ બાયોપીક આ શુક્રવારે પ્રદર્શિત થવા જઇ રહી છે.

એક સવાલના જવાબમાં નિતિન ગડકરીએ કહ્યુંકે, એક્ઝિટ પોલ છેલ્લો નિર્ણય નથી પરંતુ સંકેત છે. જોકે એક્ઝિટ પોલમાં જે વાત સામે આવી છે. તે વધુ અથવા ઓછા પરિણામને પણ દર્શાવે છે. મોટાભાગે એક્ઝિટ પોલમાં મોદીને ફરીવાર વડાપ્રધાન બનાવવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમાંથી કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળી NDAને લોકસભામાં જરૂરી બહુમતના આંકડા 272ને પાર કરવા પર અને 300થી વધારે બેઠક મળવાની વાત કહેવામાં આવી છે. ગડકરીએ ભાર આપી કહ્યું કે, મોદીના નેતૃત્વમાં ભાજપની નવી સરકારનું ગઠન થશે.

વડાપ્રધાન પદ માટે તેમના નામ પર વિચાર વિશે પૂછવા પર ગડકરીએ કહ્યું, ‘મેં આ લગભગ 25થી 50 વખત સ્પષ્ટ કર્યું છે. અમને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડવી છે અને તેઓ નિશ્ચિત રૂપથી ફરી એકવાર વડાપ્રધાન બનશે.’ તેમણે કહ્યું કે, દેશના લોકો ફરી એકવાર ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાંચ વર્ષમાં અમારા દ્વારા કરવામાં આવેલા કામને સમર્થન આપી રહ્યાં છે. અને એક્ઝિટ પોલ સંકેત છે. ગડકરીએ કહ્યું કે, ભાજપ મહારાષ્ટ્રમાં 2014ની લોકસભા ચૂંટણીની જેમ જ સીટ હાંસલ કરશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news