અયોધ્યા કેસ: નિર્મોહી અખાડાએ કેન્દ્રની 67.7 એકર જમીન પરત આપવાની માગનો કર્યો વિરોધ
અયોધ્યા મામલે નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. નિર્મોહી અકાડાએ અરજી દાખલ કરી કેન્દ્ર સરકારની તે માગ પર આપત્તિ દર્શાવી છે, જેમાં કેન્દ્રએ કોર્ટ પાસેથી 67.7 એકર હસ્તગત જમીનને રામ જન્મભૂમિ ટ્રસ્ટને પરત આપવાની પરવાનગી માગી છે.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા મામલે નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. નિર્મોહી અકાડાએ અરજી દાખલ કરી કેન્દ્ર સરકારની તે માગ પર આપત્તિ દર્શાવી છે, જેમાં કેન્દ્રએ કોર્ટ પાસેથી 67.7 એકર હસ્તગત જમીનને રામ જન્મભૂમિ ટ્રસ્ટને પરત આપવાની પરવાનગી માગી છે. આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી 1993માં અયોધ્યામાં હસ્તગ્રસ્ત કરેલી 67.703 એકર જમીનમાંથી 0.313 એકર વિવાદીત જમીન છોડી બાકીની જમીન રામ જન્મભૂમી ટ્રસ્ટ તેમજ અન્ય જમીન માલિકોને પરત કરવાની પરવાનગી માગી હતી.
સરકારે કોર્ટ પાસે આ મામલે યથાસ્થિતિ કાયમ રાખવાના 31 માર્ચ 2003ના આદેશને રદ કરવા અથવા બદલવાની અપીલ કરી હતી. જેથી તે બંધારણની બેંચના ઇસ્માઇલ ફારુકના ચુકાદા અનુસાર અયોધ્યા જમીન સંપાદનને યોગ્ય ગણાવી તે મુજબ પોતાની જવાબદારી પૂર્ણ કરી શકે. અરજીમાં કેન્દ્ર સરકારે યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ બદલવાની માગ કરતા દલીલ કરી હતી કે, એનાથી, સરકાર હસ્તગત વધારાની જમીનથી એટલી જમીન અલગ કરી શકશે જેટલી વિવાદાસ્પદ જમીનનો કેસ જીતનાર પાર્ટીને પોતાની જમીન સુધી આવવા જવા માટે જોઇતી હશે. બાકીની વધારાની જમીન સરકાર જમીન માલિકોને પરત કરશે.
કેન્દ્ર સરકારે આ અરજી 16 વર્ષ જૂના મોહમ્મદ અસલમ ભૂરે મામલે દાખલ કરી છે, કેમકે, સુપ્રીમ કોર્ટે 31 માર્ચ 2003ના વિવાદિત જમીન સાથે જ સંપૂર્ણ હસ્તગત જમીન પર યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં સરકારે કહ્યું હતું કે, 1993માં અયોધ્યામાં વિવાદિત સ્થળ સહિત કુલ 67.703 એકર જમીનને હસ્તગત કરવામાં આવી હતી. જમીન હસ્તગત કર્યાને 25 વર્ષ થઇ ગયા છે. જે લોકો હસ્તગત જમીનના મૂળ માલિક છે અને જેમની જમીન પર કોઇ વિવાદ નથી, તેમને તેમની જમીન પરત મળવી જોઇએ. કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેઓ ઇસ્માઇલ ફારૂકીની બંધારણીય બેંચના ચુકાદા અનુસાર કાર્યવાહી કરી તેમની જમીન પરત કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે