કૌભાંડી નીરવ મોદીનો 20 હજાર વર્ગફુટનો આલીશાન રંગ મહેલ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ

મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં અલીબાગમાં બનેલ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના બંગલાને તોડી પાડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે

કૌભાંડી નીરવ મોદીનો 20 હજાર વર્ગફુટનો આલીશાન રંગ મહેલ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ

મહારાષ્ટ્ર : ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનો આલીશાન બંગ્લો પાડવાની  કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં અલીબાગ બીચ નજીક આશરે 20 હજાર વર્ગફુટમાં બનેલો આ બંગ્લો બિનકાયદેસર છે. પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવાયેલા આ બંગ્લાને તોડવા માટે સબ ડિવિઝનલ અધિકારી શરદ પવાર પહોંચી ચુક્યા છે. અધિકારીનું કહેવું છે કે બંગ્લો તોડવામાં અનેક દિવસો લાગી શકે છે. 

નીરવ મોદી પર 13 હજાર કરોડ રૂપિયાનાં પીએનબી ગોટાળાનો આરોપી છે. તે પોતાનાં આ બંગ્લામાં જ પાર્ટીઓ કરતો હતો. હાલમાં જ વર્તમાન જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય સૂર્યવંશીએ આ બંગ્લાને બિનકાયદેસર ઠેરવ્યો હતો. તે અગાઉ તત્કાલીન જીલ્લા મેજીસ્ટ્રેટ એસઓ સોનેવાણેએ પણ તેને બિનકાયદેસર ઠેરવ્યો હતો. જેના કારણે હવે તેને તોડી પાડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ અગાઉ ઇડી દ્વારા અનેક કિંમતી વસ્તુઓ બંગલામાંથી કાઢીને તેને કલેક્ટર ઓફીસમાં જમા કરાવી દીધી છે. 

— ANI (@ANI) January 25, 2019

ઇડીએ એક મહિના પહેલા જ પરવાનગી આપી હતી. 
ભાગેડુ નીરવ મોદી સાથે જોડાયેલા કિસ્સાની તપાસ ઇડી કરી રહી છે. આ બંગ્લાને તોડી પાડતા પહેલા જિલ્લા તંત્રએ ઇડી પાસેથી પરવાનગી માંગી હતી. ઇડીએ બંગ્લાનું નીરીક્ષણ કરીને મુલ્યવાન વસ્તુઓ કાઢ્યા બાદ આશરે એક મહિના પહેલા રાયગઢ જિલ્લા તંત્રને બંગલો તોડી પાડવાની પરવાનગી આપી હતી. ત્યાર બાદ પર્યાવરણ મંત્રી રામદાસ કદમે રાયગઢનાં કલેક્ટર વિજય સુર્યવંશીની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંગલો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news