Coronavirus: સંક્રમણને રોકવા માટે લગાવાયા કડક પ્રતિબંધો, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ચાલુ

કોરોના વાયરસના વધતા કેસને જોતા મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) ઉપરાંત પ્રતિબંધો લગાવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 4.30 વાગ્યે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમિક્ષા કરશે

Coronavirus: સંક્રમણને રોકવા માટે લગાવાયા કડક પ્રતિબંધો, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ચાલુ

પુણે: કોરોના વાયરસના વધતા કેસને જોતા મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) ઉપરાંત પ્રતિબંધો લગાવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 4.30 વાગ્યે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમિક્ષા કરશે. ત્યારબાદ રાત્રે 8.30 વાગ્યે ઉદ્ધવ ઠાકરે રાજ્યની જનતાને સંબોધિત કરશે. તેમાં કોરોનાને (Maharashtra Corona Case) ધ્યાનમાં રાખી કડક પ્રતિબંધો (Ban) અંગે જાહેરાત કરી શકે છે.

પુણેમાં 12 કલાકનું નાઈટ કરફ્યૂ
કોરોના સંક્રમણને (Corona Transition) રોકવા માટે પુણેમાં સાંજે 6 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવાયું છે. પુણેના ડિવીઝનલ કમિશનર સૌરભ રાવે તેની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે, પ્રતિબંધો (Ban) આવતીકાલથી લાગુ થશે. તેના અંતર્ગત 7 દિવસ સુધી તમામ હોટલ, બાર, રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, તે દરમિયાન હોમ ડિલિવરીની મંજૂરી રહેશે.

પુણેમાં શું રહેશે બંધ અને શુ રહેશે ચાલુ

  • સાત દિવસ માટે હોટલ, બાર, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જો કે, હોમ ડિલિવરીની મંજૂરી રહેશે.
  • લગ્ન અને અંતિમ સંસ્કારને છોડી કોઈ પણ સાર્વજનિક કાર્યકર્મ નથી થયા.
  • અંતિમ સંસ્કારમાં 20 થી વધારે લોકો સામેલ થઈ શકશે નહીં, જ્યારે લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકોની મંજૂરી રહેશે.
  • સિનેમાઘર, ધાર્મિક સ્થળ, મહાનગરપાલિકાની બસ સેવા પણ સાત દિવસ સુધી બંધ રહશે.
  • સાપ્તાહિક બજાર પણ એક અઠવાડીયા માટે બંધ રહેશે.
  • 30 એપ્રિલ સુધી સ્કૂલ- કોલેજ બંધ રહેશે.
  • ST બસ સેવા ચાલુ રહેશે. 

આ પણ વાંચો:- Jammu-Kashmir: પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીઓ ઠાર

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 43183 નવા કેસ
કોરોના વાયરસના સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ગુરુવારના રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43183 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 249 લોકોના મોત થયા છે. ત્યારબાદ કોરોનાના કુલ કેસની સંખ્યા 28,56,163 થઈ ગયા છે અને 54,898 લોકોના મોત થયા છે. રાજ્યમાં ત્યારે કોવિડ 19 થી 24,33,368 લોકો સ્વસ્થ્ય થયા છે અને 3,66,533 એક્ટિવ કેસ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news