પુલવામા એટેકમાં ઉપયોગ થયેલી ગાડી અને તેના માલિક અંગે NIAને મહત્વની માહિતી મળી

પુલવામા હુમલામાં ઉપયોગ થયેલી ગાડી મારુતી ઇકો હતી અને તેનો માલિક સજ્જાદ ભટ્ટ અનંતનાગ જિલ્લામાં સ્થિતી બિજબહેરાનો રહેવાસી છે

પુલવામા એટેકમાં ઉપયોગ થયેલી ગાડી અને તેના માલિક અંગે NIAને મહત્વની માહિતી મળી

શ્રીનગર : પુલવામા હુમલા મુદ્દે એનઆઇએની ટીમને ઘણી મોટી સફળતા મળી છે. એનઆઇએને તે ગાડીના માલિકની માહિતી મળી ચુકી છે, જેનો ઉપયોગ પુલવામા હુમલા માટે કરવામાં આવ્યો હતો. આ વાતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાડી માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદમાં જોડાઇ ચુક્યો છે. એનઆઇએના અનુસાર સજ્જાદે આ કાર ગત્ત 4 ફેબ્રુઆરીએ ખરીદી હતી. તે અગાઉ કારનો માલિક જલીલ અહેમદ હક્કાની હતો. સુત્રો અનુસાર પુલવામા એટેક હુમલા મુદ્દે આગામી 2 દિવસમાં કોઇ મોટો ખુલાસો થઇ શકે છે. એનઆઇએના અનુસાર સજ્જાદ ભટ્ટે આ કાર ગત્ત 4 ફેબ્રુઆરીએ ખરીદી હતી.

— ANI (@ANI) February 25, 2019

એનઆઇએ જણાવ્યું કે, આ ગાડીનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને એન્જિન G12BN164140 હતો. જલીલે આ કાર વર્ષ 2011માં ખરીદી હતી. ત્યાર બાદ આ કાર 7 વખત વેચાઇ અને અંતે સજ્જાદે તેને ખરીદી હતી. ફોરેન્સિક અને ઓટોમોબાઇલ એક્સપર્ટ્સની મદદથી એનઆઇએ દ્વારા હુમલામાં ઉપયોગ થયેલી ગાડી અને તેના માલિકની માહિતી લગાવી છે. આ ગાડી મારુતી ઇકો હતી અને તેનો માલિક સજ્જાદ ભટ્ટ અનંતનાગ જિલ્લામાં બિજબેહરાનો રહેવાસી છે. 

 

સજ્જાદ સતત ધરપકડથી બચી રહ્યો છે. શનિવારે એનઆઇએની ટીમે તેના ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું પરંતુ તે નહોતો મળ્યો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભટ્ટ જૈશ એ મોહમ્મદમાં જોડાઇ ચુક્યો છે. સજ્જાદની એક હથિયાર પકડેલી તસ્વીર સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનાં કાફલા પર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયા હતા. 

ત્યાર બાદ સતત સુરક્ષાદળો ખીણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આતંકવાદી હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે, આત્મઘાતી હુમલાખોર આદિલ ડાર અવંતીપોરાના લાટુ મોડથી એક સાંકડી ગલીથી નેશનલ હાઇવે પર આવ્યો હતો. ત્યાર બાદ આશરે બપોરે 03.15 વાગ્યે ડારે પોતાની ગાડી સીઆરપીએફનાં કાફલાની પાંચમી ગાડી સાથે અથડાવી દીધી હતી. 

એક સુત્રએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે, આરડીએક્સ ઉપરાંત ડારે પોતાની ગાડીમાં અમોનિયમ નાઇટ્રેટ પણ રાખ્યું હતું. જેના કારણે મહત્તમ નુકસાન પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે, સુરક્ષાદળ આ અંગે હાલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હુમલાખોરો આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકને ગાડીમાં કઇ રીતે મુક્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news