અમદાવાદના 607 વર્ષ: જાણો શહેરને ગુરુ માણેકનાથજીએ આપેલો અમુલ્ય વારસો

માણેકનાથજી નાથ સંપ્રદાયના 84માં સિદ્ધ યોગીઓમાંના એક છે. માણેકબાવા તરીકે ઓળખાતી એક એવી હસ્તી જેના પ્રભાવનો વિસ્તાર 13મી અને 14મી સદી પર છવાયો હતો. અહમદશાહ બાદશાહના સમયગાળા દરમિયાન આશાવલ્લી અને કર્ણાવતી નગરીના વાસીઓ તેમના માટે પૂજ્યભાવ દાખવતા હતા. 

અમદાવાદના 607 વર્ષ: જાણો શહેરને ગુરુ માણેકનાથજીએ આપેલો અમુલ્ય વારસો

અમદાવાદ: માણેકનાથજી નાથ સંપ્રદાયના 84માં સિદ્ધ યોગીઓમાંના એક છે. માણેકબાવા તરીકે ઓળખાતી એક એવી હસ્તી જેના પ્રભાવનો વિસ્તાર 13મી અને 14મી સદી પર છવાયો હતો. અહમદશાહ બાદશાહના સમયગાળા દરમિયાન આશાવલ્લી અને કર્ણાવતી નગરીના વાસીઓ તેમના માટે પૂજ્યભાવ દાખવતા હતા. 

અહમદશાહ બાદશાહ જ્યારે આશાવલ્લીના અપાપાસનાં જંગલોમાં શિકાર કરવા માટે નિકળ્યા, ત્યારે તેમણે જોયું કે એક સસલુ એક શ્નાન પર ભારે પડી રહ્યું હતું. આ જોતા જ તેમણે વિચાર્યું કે જો આ જમીનનો પશુ જ આટલા હિંમતવાન છે તો અહિંના વ્યક્તિઓ કેટલા હિંમ્મતવાન છે. અને માટે જ આ ભૂમી પર શહેરનું નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ પડ્યું અહમદાબાદ. જે આજે આપણું અમદાવાદ તરીકે વિશ્વમાં વિખ્યાત છે. 

નવા શહેરના નિર્માણ માટે સૌપ્રથમ બાદશાહે શહેરની ફરતે કિલ્લો ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહનતે ગોઠવાતી ઇંટો અને ચણાતી દિવાલો રાત પડતા ક્કડભૂસ થઇ જતી હતી એમ કહેવાતુ હતું કે, જ્યારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગૂથતા ત્યારે ત્યારે કિલ્લાની દિવાલ ઉભી થતી અને જ્યારે દોરો ખેંચી લેતા ત્યારે દિવાલ ઢળી પડતી હતી. આ ઘટનાની જાણ બાદશાહને થતા બાદશાહે સરખેજના એક સૂફી સંતની સલાહ માંગી સંતે પણ બાદશાહને ગુરુ માણેકનાથજીના આશીર્વાદની અનિવાર્યતાનું સૂચન આપ્યું હતું.

એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ

બાદશાહે આદરભાવ સાથે માણેકનાથજીના આશીર્વાદ લેવા માટે પહોચ્યા અને પોતાની સમસ્યા કહી હતી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી હતી. અને કહ્યું કે ‘તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો’  પરંતુ ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાને કારણે આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકશે નહિ.

આમ, માણેકનાથજીના સૂચન મુજબ મોહમ્મદ ખટુંએ શહેરના નકશાનું ફરી એકવાર નિર્માણ કર્યું હતું. અને નવે સરથી કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરી હતી. જે સ્થળે કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી તે સ્થળને દરદર્શી સંત માણેકનાથજીની બિરદાવલી તરીકે ‘માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું હતું. 

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ગઢ આણંદમાં ભાજપ ગાબડું પાડી શકશે?

જે વિસ્તારમાં માણેકનાથજી રહેતા હતા તે ચોકને આજે માણેકચોક તરીકે ઓળખાય છે, તે એક નાનકડા ઝરણા દ્વારા કુદરતી રીતે ટાપુ જેવા અસ્તિત્વમાં આવ્યો હતો. આ ઝરણાંનું નામ ‘માણેક નદી’ રાખવામાં આવ્યું જે, તે સમયે આજના ફર્નાન્ડિઝ બ્રિજ નીચે વહેતી હતી. 

એવુ કહેવાય છે, કે અમદાવાદ શહેરનાં નિર્માણકાર્યની પૂર્તિનાં થોડા જ દિવસોમાં ગુરુ માણેકનાથજીએ તેમનાં જ અલાયદા વિસ્તારમાં જીવતી સમાધી લીધી. જીવતી સમાધીએ સ્વને બાળીને ભસ્મ કરવાની પ્રક્રિયા જે માત્ર સિદ્ધિ અથવા તો દિવ્યતા પ્રાપ્ત કરનાર વ્યક્તિજ કરી શકે છે. ગુરુ માણેકનાથજી એકદિવ્યા આત્મા હોવાને કારણે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ રીતે તેમને સ્મૃતિ સજીવન કરવામાં આવી છે. જ્યાં જ્યાં તેમના દર્શન થયા છે. ત્યાં ત્યાં તેમના મંદિર બનાવામાં આવ્યા છે. દાંતા નજીકનાં લોટોલ ગામની ટેકરીઓ પર અને થરસરા નજીક ભરત્રી ગામે આવ્યો પ્રસંગ બન્યો હતો.

‘હાર્દિક પટેલ આવે છે’ ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી લડે તેવી શક્યતા!!!

અમદાવાદના સોની બજારનો પ્રારંભ ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસના વિસ્તારોમાં જ શરૂ કરવામાં જ આવ્યો તથા દેશની સૌથી પ્રાચિન શેરબજારની ઇમારત માણેકચોક વિસ્તારમાં જ બાંધવામાં આવી હતી. ખરેખરતો માણેકચોક શહેરનુ મુખ્ય વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હતું. જ્યાં વિશાળ અનાજ બજાર, શાકભાજી બજાર, કાપડ બજાર, ધાતુ બજાર, તથા તમામ જથ્થાબંધ વસ્તુઓનું બજાર હતું. જેમાઁથી મોટા ભાગનું હજી પણ ત્યાંજ છે. 

ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસ જ બાદશાહ અને બેગમ તથા અન્ય શાહી સભ્યોની કબરો પણ માણેકનાથજીની સમાધિની આસપાસ છે. આજે અમદાવાદના 600 વર્ષ પછી પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. અને દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news