મુસ્લિમ છાત્રોને આતંકના માર્ગ પર મોકલનાર શંકાસ્પદ મહિલા આતંકી સામે ચાર્જશીટ દાખલ
Trending Photos
કોલકાતા: NIAએ મુસ્લિમ યુવાનોને આતંકના માર્ગ પર મોકલનાર લશ્કર એ તૈયબાની મહિલા આતંકી સામે કોલકાતાની NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે જ મહિલા આતંકી સાથે સંકળાયેલા કેટલાક પુરાવા પણ જમા કર્યા છે.
NIAના જણાવ્યા અનુસાર લશ્કર-એ-તૈયબાની શંકાસ્પદ સભ્ય તાનિય પરવીન સોશિયલ મીડિયા પર વિવિધ આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હતી. તેના 850 પેજના આરોપ પત્રમાં એનઆઇએ કહ્યું કે આરોપી મહિલા આતંકી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાની એક કોલેજમાં ભણે છે. આરોપ છે કે તે સોશિયલ મીડિયા પર 70 જિહાદી ગ્રૂપના સંપર્કમાં હતી.
એજન્સીએ તેમના દાવાના સમર્થનમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વાતચીતના અંશ પણ કોર્ટમાં જમા કર્યા છે. NIAના વકીલ શ્યામલ ઘોષે કહ્યું કે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ તેની સામે આરોપ નક્કી કરશે અને ત્યારબાદ કેસની સુનાવણી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે