Free LPG Cylinders: આ રાજ્યમાં દરેક પરિવારને વાર્ષિક 3 રાંધણ ગેસ સિલિન્ડર મફત મળશે, સરકારની મોટી જાહેરાત

વચન પૂરું કરવા માટે સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો અને કહ્યું કે તે રાજ્યમાં દરેક પરિવારને રાંધણ ગેસના 3 બાટલા મફત આપશે. 

Free LPG Cylinders: આ રાજ્યમાં દરેક પરિવારને વાર્ષિક 3 રાંધણ ગેસ સિલિન્ડર મફત મળશે, સરકારની મોટી જાહેરાત

નવી દિલ્હી: ગોવામાં ફરીથી ભાજપની સરકાર આવી ગઈ છે. વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે રાજ્યમાં દરેક પરિવારને 3 ગેસના બાટલા મફત આપશે. હવે આ વચન પૂરું કરવા માટે ગોવા સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો અને કહ્યું કે તે રાજ્યમાં દરેક પરિવારને રાંધણ ગેસના 3 બાટલા મફત આપશે. 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે નવી કેબિનેટની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. અત્ર જણાવવાનું કે પ્રમોદ સાવંતની કેબિનેટમાં મુખ્યમંત્રી અને આઠ અન્ય મંત્રી સામેલ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મુખ્યમંત્રી પદના શપથ બાદ પહેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. કેબિનેટે નવા નાણાકીય વર્ષથી ભાજપના ઘોષણાપત્રમાં કરાયેલા વાયદા મુજબ 3 સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગત મહિને થયેલી ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં ભાજપે વચન આપ્યું હતું કે જો પાર્ટી ફરીથી રાજ્યમાં સત્તા પર આવશે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષે 3 એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે. 

— Dr. Pramod Sawant (@DrPramodPSawant) March 28, 2022

સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે iron ore mining ને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમિયાન તેમની પ્રાથમિકતાઓ છે. બીજી બાજુ વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી ગણાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે 'ચૂંટાઈ' આવ્યા છે, તેમની 'પસંદગી' થઈ નથી. અત્રે જણાવવાનું કે પ્રમોદ સાવંતે 2019માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધન બાદ રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીએ 40 બેઠકોમાંથી 20 જીતી હતી. ભાજપે આ ચૂંટણી પ્રમોદ સાવંતના નેતૃત્વમાં જ લડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news