જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો

હવે મકાન અથવા દુકાન ભાડે લેવાવાળા ભાડૂઆત પાસેથી માલિક સિક્યુરિટી ડિપોઝીટના રૂપે 2 મહિનાના ભાડાની રકમથી વધુની માંગ નહિ કરી શકે. કેન્દ્ર સરકાર મકાન અને દુકાનને ભાડા પર લેવા-આપવાવાળાના હિતમાં મોડેલ ટેનન્સી એક્ટ જલ્દી જ લાવવાની તૈયારી કરી રહી છે. મકાન દુકાન મલિક અને ભાડૂઆતના હિતમાં સંતુલિત સંરક્ષણ માટે નવા કાયદા પર કામ અંતિમ ચરણમાં છે.

જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો

હિતેન વિઠલાણી/દિલ્હી :હવે મકાન અથવા દુકાન ભાડે લેવાવાળા ભાડૂઆત પાસેથી માલિક સિક્યુરિટી ડિપોઝીટના રૂપે 2 મહિનાના ભાડાની રકમથી વધુની માંગ નહિ કરી શકે. કેન્દ્ર સરકાર મકાન અને દુકાનને ભાડા પર લેવા-આપવાવાળાના હિતમાં મોડેલ ટેનન્સી એક્ટ જલ્દી જ લાવવાની તૈયારી કરી રહી છે. મકાન દુકાન મલિક અને ભાડૂઆતના હિતમાં સંતુલિત સંરક્ષણ માટે નવા કાયદા પર કામ અંતિમ ચરણમાં છે.

ભાડૂઆતના અધિકાર : 

એક્ટ મુજબ મકાન માલિકને ઘરની દેખરેખ અને રીપેરીંગથી જોડાયેલ કામ કે કોઈ બીજા હેતુથી ઘરે આવવા માટે 24 કલાક પહેલા લેખિત નોટિસ એડવાન્સમાં આપવાની રહેશે. રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી સમય સીમાથી પહેલા ભાડૂઆતને ત્યાં સુધી નહીં કાઢી શકે જ્યાં સુધી 2 મહિનાનું ભાડુ ના ચુકવ્યું હોય અથવા પ્રોપર્ટીનો દુરુપયોગ ના થઈ રહ્યો હોય ત્યાં સુધી.

ભાડૂઆત જો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થાય બાદ પણ મકાન અથવા દુકાન ખાલી નથી કરી રહ્યા, તો મકાન માલિકને ચાર ગણું માસિક ભાડું માંગવાનો અધિકાર રહેશે. નવા એક્ટ મુજબ જો ભાડૂઆત રેન્જ એગ્રીમેન્ટ મુજબ સમયસીમાંની અંદર મકાન કે દુકાન ખાલી નહીં કરે તો મકાનમાલિક 2 મહિના સુધી બેગણું ભાડાની માંગ કરી શકશે અને બે મહિના બાદ ચારગણું ભાડુ વસૂલવાનો અધિકાર રાખી શકશે.

બંન્નેની જવાબદારી : 

નવા કાયદાના ડ્રાફ્ટ મુજબ બિલ્ડીંગની દેખરેખ માટે ભાડોતરી અને મકાન માલિક બંન્ને જણ જવાબદાર રહેશે. જો મકાન માલિક રૂમમાં કે દુકાનમાં કોઈ સુધાર કામ કરાવે છે, તો રિનોવેશનનું કામ પૂર્ણ થવાના એક મહિના બાદ ભાડું વધારવાની પરવાનગી હશે. જોકે, ભાડુ વધારવા પહેલા ભાડૂઆતની સલાહ પણ લેવાની જરૂરી રહેશે. નવો કાયદો બનાવનાર અધિકારી મુજબ નવો કાયદો લાખો પ્રોપર્ટીસને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને પ્રોપર્ટીના માલિક કાયદાકીય કાર્યવાહીમાં ના ફસાવા માટે ભાડે નથી લગાવી રહ્યા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

નવો કાયદો અસ્તિત્વમાં આવશે તો મકાન માલિકોનો ડર ખતમ થશે અને એ ખાલી મકાન અને દુકાનને ડર્યા વગર ભાડે આપી શકાશે. અધિકારીક સૂત્ર મુજબ છેલ્લા સરકારી સર્વે મુજબ શહેરી વિસ્તારમાં 1.1 કરોડ પ્રોપર્ટીસ એટલા માટે ખાલી પડી છે. કારણકે એમના માલિકોને ડર લાગતો હોય છે કે ભાડૂઆત એમની પ્રોપર્ટી હડપી ના લે.

મોડેલ ટેનન્સી એક્ટ રાજ્ય સરકારની ઈચ્છા મુજબ જ તેમના રાજ્યોમાં તે લાગુ કરી શકશે. જોકે, આ કાયદો ગત તારીખથી અમલમાં નહિ આવે. એટલે દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં હજારો પ્રોપર્ટી માલિકોને કોઈ રાહત નહિ મળે, જેઓ પ્રાઈમ લોકેશન પર જૂનું અગ્રિમેન્ટ મુજબ ઓછું ભાડુ મેળવી રહ્યા છે. આ મુદ્દે જે કેસ ચાલી રહ્યા છે તે ચાલતા રહેશે. કેન્દ્ર સરકારની હાઉસિંગ મિનિસ્ટ્રી પહેલા પણ આવો એક કાયદો લાવી હતી, પણ છેવટે દિલ્હી અને મુંબઈના વેપારીઓના વિરોધ બાદ લાગુ નહોતી થઈ. આ કાયદામાં જુના કોન્ટ્રેક્ટની સમીક્ષાની પણ વાત છે.

મોડેલ ટેનન્સી મુજબ રાજ્યોમાં ઓથોરિટીસ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે, જેથી પ્રોપર્ટીસ ને ભાડે લેવા-દેવાના કાયદાનું પાલન કરવામાં માલિક અને ભાડોતરી બન્ને ના હિતો નું સંરક્ષણ ની જવાબદારી પણ પૂર્ણ થાય. રાજ્ય સરકાર ભાડે લગાવનારી પ્રોપર્ટીના વિવાદના ત્વરિત સમાધાન માટે રેન્ટ કોર્ટસ અને રેન્ટ ટ્રાઇબ્યુનલ્સ બનાવશે અને મકાન કે દુકાન માલિક અને ભાડૂઆત બંન્ને એગ્રીમેન્ટ કર્યા બાદ સંબંધિત ઓથોરિટીને દર મહિનાના નાના-મોટા તમામ કામની જાણકારી આપશે. અને જો આગળ જઈ વિવાદ ઉભો થાય તો બંન્ને પક્ષ ઓથોરિટી પાસે જ જશે. એક્ટ મુજબ ઓથોરિટી પાસે ફરિયાદ થવાના એક મહિનાની અંદર સમાધાન બંન્ને પક્ષ વચ્ચે થશે, તો જ ભાડૂઆત આગળ તે પ્રોપર્ટી
પર રહી શકશે. 

સૂત્ર મુજબ ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રી સમૂહ બનાવાયું છે. જે તેજીથી આ કાયદા પર કામ કરી રહ્યું છે. મંત્રીઓના આ ગ્રૂપમાં કાયદા મંત્રી, આવાસીય મંત્રી પણ સામેલ છે. આ મોડેલ ટેનન્સી એક્ટને લઈ જૂન મહિનામાં 2 બેઠક પણ યોજાઈ હતી. સરકાર પણ હવે આશા લગાવી બેસી છે કે, ઓગસ્ટ મહિનામાં આ કાયદાને કેબિનેટની મંજૂરી આપી શકાશે. જેની માટે જુલાઈના અંતમાં ફરી એક બેઠક કાયદાને લઈ યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news