આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ, જાણો કેમ? 

New Books From Next Year: દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે. 

આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ, જાણો કેમ? 

New Books From Next Year: દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે. આ પુસ્તકોને પ્રાંતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ તેમને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ ભણાવી શકાશે. 

અધિકારીઓના જણાવ્યાં મુજબ નવા પુસ્તકો વિદ્યાર્થીઓની ક્ષમતાના આધારે હશે. તેમાં વધુમાં વધુ એક્ટિવિટી પર ભાર મૂકાશે. એક ટોપ અધિકારીએ જણાવ્યું કે અમે આ પુસ્તકોને તૈયાર કરનારા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને કહ્યું છે કે તેઓ ક્ષમતા આધારિત એપ્રોચ અપનાવે જેથી કરીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ વિચારે અને શીખેલા કોન્સેપ્ટનો ઉપયોગ કરે. 

ઓક્ટોબરમાં લોન્ચ થયું NCF
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ગત વર્ષ 20 ઓક્ટોબરના રોજ ફાઉન્ડેશનલ સ્ટેજ (3-8 વર્ષ) માટે NCF લોન્ચ કરાયું હતું. NCF નવી નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) મુજબ લાવવામાં આવ્યું છે. જેમાં 3થી 8 વર્ષની ઉંમરના  બાળકો માટે રમકડાં આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. મિડલ અને સેકન્ડરી લેવલ (12માં ધોરણ માટે) માટે NCF ને હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ વાતની શક્યતા છે કે તેને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. 

પહેલા-બીજા  ધોરણ માટે પુસ્તકો તૈયાર
નેશનલ સ્ટીરિંગ કમિટીનું નેતૃત્વ કસ્તૂરીરંગને કર્યું. તેઓ સમગ્ર NCF તૈયાર કરી રહ્યા છે. તેમણે સોમવારે પહેલા અને બીજા ધોરણ માટે તૈયાર કરાયેલા લર્નિંગ મટિરિયલનું મુલ્યાંકન કરવા માટે મુલાકાત લીધી. અધિકારીઓએ જણાવ્યું કે પહેલા અને બીજા ધોરણ માટે પુસ્તકો લગભગ તૈયાર છે. જેને આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. તેમણે કહ્યું કે તમામ નવા પુસ્તકોને (દરેક લેવલ પર) આઠમી અનુસૂચિ હેઠળ પ્રાંતિય ભાષાઓમાં પણ પબ્લિશ કરાશે. 

હકીકતમાં એવું માનવામાં આવે છે કે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફાઉન્ડેશનલ લેવલ પર બાળકો માટે તે વધુ જરૂરી બનતું હોય છે. તેનો ઉલ્લેખ NEP માં પણ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news