Aadhar Card PAN Card લીંક નહીં કરો તો અટકી પડશે આ 22 કામો, લીંક માટે આ રહ્યાં સરળ સ્ટેપ

Link Aadhar: જલદી કરજો! Pancard ને Adhar card સાથે જોડવાના આ છે સરળ સ્ટેપ્સ, આ 22 કામો અટકી પડશે. ચૂંટણીકાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહોકે, દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે.

Aadhar Card PAN Card લીંક નહીં કરો તો અટકી પડશે આ 22 કામો, લીંક માટે આ રહ્યાં સરળ સ્ટેપ

Link Aadhar: હવે ગણતરીના દિવસો બાકી છે. જો પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નહીં હોય તો તમે એક નહીં 22 કામગીરી નહીં કરી શકો. સૌ કોઈ જાણે છેકે, પાન કાર્ડ એટલેકે, આપણો પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર. જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે. ત્યારે હવે વાત કરીએ આધાર કાર્ડની. તો આધારકાર્ડ એટલેકે, આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ. ચૂંટણીકાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહોકે, દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે.

PAN ને આધાર સાથે લિંક કરવાની 2 રીતો છે:

Income Tax e-filing વેબસાઈટ દ્વારા
567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ
STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: આ પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.

જાણો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?

STEP 5:  તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

પાન-આધાર લિંક કરવું કેમ જરૂરી?
કોઈકને કોઈ ખામીના લીધે જેતે સમયે એક-એક વ્યક્તિને અનેક પાનકાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવડદેવડમાં થતો મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.

થઈ શકે છે મોટો દંડ અને જેલની સજા:
આધાર અને PANને લિંક કરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થવાના આરે છે. આમ કરવું હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો કોઈ પાનકાર્ડ ધારક સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેને ભારે દંડ ભરવાની પણ નોબત આવી શકે છે. 

આધાર-પાન લિંક નહીં હોય તો 10 હજારનો દંડ-
આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર, જો તમે 31 માર્ચ પહેલા આધાર અને PANને લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, 31 માર્ચ પછી જેમના PAN અને આધાર લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના PAN સંબંધિત તમામ કામ અટકી પડશે. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી, તો તમારે તુરંત આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

બે પાન કાર્ડ બદલ જેલ થઈ શકે-
જો તમારી પાસે બે પાન કાર્ડ છે, તો આમ કરવા બદલ તમારે જેલમાં જવાની નોબત આવી શકે છે. બે પાન કાર્ડ હોવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે. જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તમારે એક પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમને 6 મહિનાની જેલ થઈ શકે છે.

કોને નથી પાન-આધાર લિંક કરવાની જરૂર?

80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ
ઈન્કમટેક્સ ન ભરનારાની કેટેગરીમાં આવતા લોકો
ભારતના નાગરિક ન હોય એ લોકો

તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર, 24 જાન્યુઆરી, 2022 સુધી 43.34 કરોડ PAN ને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 131 કરોડ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. PAN-આધાર લિંક કરવાથી 'ડુપ્લિકેટ' PAN નાબૂદ કરવામાં અને કરચોરી અટકાવવામાં મદદ મળશે. IT વિભાગે કહ્યું છે કે આવકવેરા અધિનિયમ 1961 મુજબ, પાન કાર્ડ ધારકો જે મુક્તિ શ્રેણીમાં આવતા નથી, તેમના માટે 31 માર્ચ, 2023 પહેલા તેમના PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જે PAN કાર્ડ ધારકો આવું નહીં કરે, તેમનું PAN કાર્ડ 1 એપ્રિલ, 2023થી નિષ્ક્રિય થઈ જશે. 

આ 22 કામો નહીં કરી શકો...

આ કામોમાં બેંક ખાતા ખોલાવવામાં મુશ્કેલી પડશે. 
કોઈપણ અને કોઈપણ પ્રકારનું રોકાણ કરવામાં મુશ્કેલી આવશે. 
તમે મ્યુચ્યુઅલ ફંડ સુધી રોકાણ કરી શકશો નહીં. 
કોઈપણ પ્રકારની FD નકામી રહેશે. 
બેંકોમાં ખાતાઓના સંચાલનમાં મુશ્કેલી પડશે. 
જે પણ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન એપ દ્વારા કરવામાં આવે છે, તેમાં મુશ્કેલી આવવાની છે. 
KYCમાં સમસ્યા રહેશે. 
કોઈપણ પ્રકારની મિલકત ખરીદવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
શેરમાં વેપાર કરનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
વીમાના કામમાં પણ મુશ્કેલી આવશે. 
નોકરી કરવા ઇચ્છુકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
નોકરી કરતા લોકોને મુશ્કેલી થશે. 
નોકરી બદલવામાં સમસ્યા આવશે. 
કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કોઈપણ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેમનું કામ હવે સરળ રહેશે નહીં. 
તમામ પ્રકારના ટ્રસ્ટો, એનજીઓ વગેરેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
નવી કાર ખરીદવામાં મુશ્કેલી આવશે. વેચાણમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે જો સામેની વ્યક્તિનું PAN આધાર સાથે લિંક નહીં હોય તો તે ખરીદી પણ કરી શકશે નહીં. 
આવી વ્યક્તિને કોઈ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે નહીં. 
લોન મેળવવામાં મુશ્કેલી આવશે. 
ડીમેટ ખાતા ખોલી શકાશે નહીં. 
ક્યાંય પણ 50000 રૂપિયાથી વધુનું પેમેન્ટ લેવા અને આપવામાં સમસ્યા થશે. 
ચેક અને ડ્રાફ્ટ સંબંધિત કામોમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 
તમે ભાગ્યે જ લોન મેળવી શકશો. 
આ સિવાય પણ આવા અનેક કામો છે જેમાં પાન કાર્ડ જરૂરી છે અને જ્યારે પાનકાર્ડનો કોઈ ફાયદો થશે નહીં તો આ બધા કામ કેવી રીતે થશે, તે વિચારવાનો વિષય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news