Birthday પર રાતે 12 વાગે કેક કાપીને જો ઉજવણી કરતા હોવ તો સાવધાન...ક્યારેય ન કરતા આવું, જાણો કારણ
બહુ ઓછા લોકોને ખબર હશે કે ધર્મ શાસ્ત્રોમાં મધરાતે જન્મદિવસની કે કોઈ પણ શુભકાર્યની ઉજવણી વર્જિત માનવામાં આવી છે. આમ કરવાથી લોકોએ મોટું અનિષ્ટ સહન કરવું પડે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તેની પાછળનું કારણ શું છે અને આપણે શું સાવધાની વર્તવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: બહુ ઓછા લોકોને ખબર હશે કે ધર્મ શાસ્ત્રોમાં મધરાતે જન્મદિવસની કે કોઈ પણ શુભકાર્યની ઉજવણી વર્જિત માનવામાં આવી છે. આમ કરવાથી લોકોએ મોટું અનિષ્ટ સહન કરવું પડે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તેની પાછળનું કારણ શું છે અને આપણે શું સાવધાની વર્તવી જોઈએ.
લોકો મધરાતે કરે છે ઉજવણી
આજકાલ કોઈનો પણ બર્થડે હોય, લગ્નતિથિ હોય કે પછી કોઈ શુભ અવસર હોય. રાતે બાર વાગે કેક કાપીને ઉજવણી કરવી એક ફેશન બની ગઈ છે. લોકો એ વાતને લઈને ઉત્સાહિત રહે છે કે રાતે બાર વાગે કેક કાપીને ખુશી સેલિબ્રેટ કરવાની છે.
અદ્રશ્ય શક્તિઓ હોય છે સક્રિય
મોટાભાગે જોવા મળે છે કે લોકો પોતાનો જન્મદિવસ 12 વાગે એટલે કે નિશિથ કાળ (પ્રેત કાળ)માં મનાવે છે. નિશિથ કાળ રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના સમયને કહે છે. સામાન્ય રીતે આપણે તેને મધ્યરાત્રિ કે મધરાત કહીએ છીએ. શાસ્ત્રોના જણાવ્યાં મુજબ આ સમય અદ્રશ્ય શક્તિઓ, ભૂત કે પિચાશનો કાળ હોય છે. આ સમયમાં આવી શક્તિઓ અત્યંત પ્રબળ થઈ જાય છે.
પ્રતિકૂળ પ્રભાવ નાખે છે પ્રેત શક્તિઓ
શાસ્ત્રો મુજબ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એવી અનેક શક્તિઓ હોય છે, જે આપણને દેખાતી નથી આમ છતાં આપણા પર પ્રતિકૂળ પ્રભાવ નાખે છે. આવામાં પ્રેતકાળમાં કેક કાપીને, મદિરા કે માંસનું સેવન કરવાથી અદ્રશ્ય શક્તિઓ વ્યક્તિની ઉંમર અને ભાગ્યમાં કમી કરે છે. તથા દુર્ભાગ્ય તેમના બારણા ખખડાવે છે.
કેક કાપતી વખતે મીણબત્તી ન બુજાવો
સનાતન ધર્મ મુજબ જન્મ દિવસ ઉજવવા માટે બળી રહેલી મીણબત્તીઓ ઓલવવા કે પાર્ટીના નામે અંધારું કરવું એ અસુરનુ આહવાન ગણાય છે. અડધી રાતે અસુરી શક્તિઓ હાવી રહે છે અને પોતાને અનુકૂળ માહોલ મળતા જ તે સંબંધિત લોકો પર પ્રહાર કરે છે. મોટી વાત એ છે કે દીવાળી, નવરાત્રિ, જન્માષ્ટમી અને શિવરાત્રિ પર નિશિથકાળ મહાનિશિળ કાળ બનીને શુભ પ્રભાવ નાખે છે જ્યારે અન્ય સમયે તે દુષિત પ્રભાવ નાખે છે.
સૂર્યોદય પર શુભેચ્છા પાઠવો, ઉજવણી કરો
હિન્દુ શાસ્ત્રો મુજબ દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે.આથી આ કાળમાં વાતાવરણ એકદમ શુદ્ધ અને નકારાત્મકતા વિહિન હોય છે. આવામાં સૂર્યોદર થયા બાદ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા પાઠવવી જોઈએ. રાતના સમયે વાતાવરણમાં રજ અને તમસ કણોની માત્રા વધુ હોય છે. તે સમયે પાઠવેલી શુભેચ્છાઓ ફળદાયી ન બનતા અનિષ્ટકારી બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે