UPA તરફથી શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે ? NCP પ્રમુખે આપ્યો આ જવાબ
શરદ પવારે (Sharad Pawar) ભાજપ વિરૂદ્ધ મોરચાને લઇને કહ્યું કે ભલે 2024 ની લોકસભા ચૂંટણી થાય અથવા રાજ્યની ચૂંટણી થાય, હજુ સુધી કંઇપણ નક્કી કરવામાં આવ્યું નથી.
Trending Photos
નવી દિલ્હી: Sharad Pawar On Presidential Poll: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ શરદ પવારે (NCP chief Sharad Pawar) આ દાવાને નકારી કાઢ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર વિપક્ષી ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય શકે છે.
શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે 'આ બિલકુલ ખોટું છું કે હું રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉમેદવાર બનીશ. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધુ સાંસદ છે. તેને જોતાં શું પરિણામ હશે. હું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનીશ નહી.
તેમણે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાતને લઇને કહ્યું કે મેં તેમની સાથે બીજીવાર મુલાકાત કરી, પરંતુ અમે ફક્ત તેમની ફક્ત કંપની વિશે વાત કરી. 2024 ની ચૂંટણી અથવા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નેતૃત્વના સંબંધમાં આ દરમિયાન કોઇ ચર્ચા થઇ નથી. પ્રશાંત કિશોરએ મને જણાવ્યું કે તેમણે ચૂંટણી રણનીતિ બનાવવાનું કામ છોડી દીધું છે.
શરદ પવારે (Sharad Pawar) ભાજપ વિરૂદ્ધ મોરચાને લઇને કહ્યું કે ભલે 2024 ની લોકસભા ચૂંટણી થાય અથવા રાજ્યની ચૂંટણી થાય, હજુ સુધી કંઇપણ નક્કી કરવામાં આવ્યું નથી. ચૂંટણી દૂર છે, રાજ્કીય સ્થિતિ બદલાતી રહે છે. હું 2024 ની ચૂંટણીમાં નેતૃત્વ સંભાળીશ નહી.
ગત મહિને પ્રશાંત કિશોરે એનસીપી ચીફ શરદ પવાર (NCP chief Sharad Pawar) સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર સાથે આ બેઠકોને વિપક્ષી દળોએ ભાજપ (BJP) વિરૂદ્ધ ત્રીજો મોરચો બનાવવા માટે એકસાથે આવનાર અટકળોને હવા આપી હતી.
શરદ પવારના નેતૃત્વ પર શિવસેનાએ શું કહ્યું?
ત્રીજા મોરચાના ગઠબંધનની અટકળો વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે આજે કહ્યું કે 2024 ની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે તમામ વિપક્ષી દળોને એકસાથે લાવવા અને કોઇ એક ચહેરા પર સહમતિ બનવી મુશ્કેલ કામ છે. તેમણે કહ્યું કે તેનું એક મોટું કારણ એ છે કે સ્થાનિક પક્ષ પોતાને રાજા ગણે છે અને પોતાની 'મરજી મુજબ વસ્તુઓ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે.'
સંજય રાઉતે આગળ કહ્યું એક એનસીપી નેતા (Sharad Pawar) એક વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે, પરંતુ સાથે જ કેટલાક લોકો પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી વિશે વિચાર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે