વિવાદાસ્પદ VIDEO : જ્યારે નેતાએ આતંકીઓને ગણાવ્યા 'શહીદ'
નેશનલ કોન્ફરન્સના દક્ષિણ કાશ્મીર ઝોના અધ્યક્ષ બશીર અહમદ વીરીનું નિવેદન વિવાદનો મુદ્દો બન્યું છે
Trending Photos
શ્રીનગર : ફારુખ અબદુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતાએ આતંકવાદીઓની હત્યા પછી વિવાદિત નિવેદન આપ્યું છે. બશીર અહમદ વીરી નામના નેતા આતંકીઓને શહીદ ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં આતંકીઓની હત્યા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા બશીર અહમદ વીરીએ જણાવ્યું છે કે તમામ કાશ્મીર માટે પોતાનો જીવ આપી રહ્યા છે અને કાશ્મીર માટે જે પણ જીવ આપશે એ શહીદ ગણાશે. બશીર અહમદ વીરીએ જણાવ્યું છે કે, 'કાશ્મીર મામલામાં જેટલા લોકોનું લોહી વહ્યું છે એ બધા શહીદ છે. આખરે કોઈ તો કારણ છે જેના કારણે ખીણના યુવક પોતાનું ધગધગતું લોહી વહાવી રહ્યા છે.'
નેશનલ કોન્ફરન્સના દક્ષિણ કાશ્મીર ઝોના અધ્યક્ષ બશીર અહમદ વીરી નિવેદન આપ્યું છે કે, 'અહીં આટલા લોકો મરે છે તો એ બધા શું પોતાના ઘર માટે લડી રહ્યા છે. કોઈ તો મામલો જેના કારણે લોકો જીવ આપી રહ્યા છે. કાશ્મીર મામલામાં જેટલા લોકો લડી રહ્યા છે એ તમામ શહીદ છે. અમે તો પહેલાંથી જ કહી રહ્યા છીએ કે 1953માં જ્યારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રધાનમંત્રીની ધરપકડ કરવામાં આવી અને પછી જેટલા લોકો મર્યા એ તમામ શહીદ છે. હાલમાં જે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે એ પણ શહીદ છે, તમામ શહીદ છે.'
#WATCH NC leader Bashir Ahmed Veeri says,"Koi masla toh hai jiske liye yahan (J&K) par log apne garam garam khoon ka nazrana dete hain. Sab shaheed hain jo yahan par Kashmir ke masle ke liye ladne aaye hain." (Aug 4) pic.twitter.com/UudrXAyIJ9
— ANI (@ANI) August 6, 2018
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ગયા અઠવાડિયે કરેલી એક મોટી કાર્યવાહીમાં પાંચ આતંકીઓને મારી મખ્યા હતા. શુક્રવારે સાંજે સેનાને કિલોરામાં લશ્કરનો કમાન્ડર સંતાયો હોવાની માહિતી મળી હતી અન પછી સામેસામે થયેલા અટેકમાં પાંચ આતંકીઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં નેતાના નિવેદન પછી વિવાદ ઉભો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે