Maharashtra: ગઢચિરોળીમાં પોલીસની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓનો ખાતમો

મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં C-60 કમાન્ડો પોલીસે નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરી છે.

Maharashtra: ગઢચિરોળીમાં પોલીસની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 13 નક્સલીઓનો ખાતમો

ગઢચિરોળી: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં C-60 કમાન્ડો પોલીસે નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરી છે. C-60ની આ કાર્યવાહીમાં 13 નક્સલીઓનો ખુડદો બોલાયો હોવાના સમાચાર છે. નક્સલીઓ સાથે અથડામણ ગઢચિરોળીના એટાપલ્લી તહસીલના પૈદી-કોટમી જંગલોમાં થઈ. 

અત્રે જણાવવાનું કે C-60 કમાન્ડો પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ગુરુવારે મોડી રાતે જંગલમાં શરૂ થયું. કાર્યવાહીને અંજામ આપવા માટે કમાન્ડો પગપાળા જ જંગલની અંદર ગયા, જેથી કરીને નક્સલીઓને તેમના આગમનની જાણ જ ન થઈ. 

— ANI (@ANI) May 21, 2021

ગઢચિરોળીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું કે ઓછામાં ઓછા 13 નક્સલીઓ પોલીસ ઓપરેશનમાં માર્યા ગયા છે. ગઢચિરોળીના જંગલ વિસ્તાર એટાપલ્લીમાં નક્સલીઓ સાથે અથડામણ થઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news