Navratri 2022: 59 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, નવરાત્રિ પહેલા 5 રાશિના લોકો પર ધનવર્ષા

Navratri 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે શનિ અને ગુરૂ વક્રી અવસ્થામાં રહેશે. કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનેલો છે. 24 સપ્ટેમ્બરે શુક્રનું રાશિ પરિવર્તન છે, જે નીચભંગ રાજયોગ બનાવશે. આ સિવાય ભદ્ર રાજયોગ અને હંસ રાજયોગનું પણ નિર્માણ થશે. 

Navratri 2022: 59 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, નવરાત્રિ પહેલા 5 રાશિના લોકો પર ધનવર્ષા

નવી દિલ્હીઃ જ્યોતિશ શાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રહોની ઉથલ-પાછળ આપણા જીવન પર ઉંડી અસર કરે છે. નવરાત્રિ પહેલા 24 સપ્ટેમ્બરે પણ ગ્રહોનો એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ દિવસે શનિ અને ગુરૂ વક્રી અવસ્થામાં રહેશે. કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ પહેલા બનેલો છે. 24 સપ્ટેમ્બરે શુક્રનું રાશિ પરિવર્તન છે, જે નીચભંગ રાજયોગ બનાવશે. આ સિવાય ભદ્ર રાજયોગ અને હંસ રાજયોગનું પણ નિર્માણ થશે. સાથે કન્યા રાશિમાં બુધ, સૂર્ય અને શુક્રનો ત્રિયોગ બનવાનો છે. જ્યોતિષ પ્રમાણે ગ્રહોનો આવો દુર્લભ સંયોગ 59 વર્ષ બાદ બન્યો છે. પાંચ રાશિના જાતકો માટે આ સંયોગ ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. 

વૃષભ રાશિઃ ગ્રહોના આ દુર્લભ સંયોગને કારણે વૃષભ રાશિના જાતકોને વ્યાપારમાં લાભ થશે. ધન લાભ અને વ્યાપારમાં વિસ્તારનો યોગ બનશે. નવી યોજનાઓ ફળદાયી રહેશે. અચાનક થયેલા ધન લાભથી મન પ્રસન્ન રહેશે. કોઈને આપેલા રૂપિયા પણ પરત મળી શકે છે. 

મિથુન રાશિઃ મિશન રાશિમાં હંસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ રાશિવાળાને કરિયર અને વ્યાપારના મોર્ચા પર જબરદસ્ત લાભ મળી શકે છે. નોકરીમાં પણ કોઈ મોટું પદ મળી શકે છે. પાર્ટનરના ભાગ્યથી ધન લાભ થશે. શિક્ષણ ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. માન-સન્માનમાં વધારો થશે. 

કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે પણ આ સંયોગ શુભ રહેવાનો છે. નોકરી-વ્યાપારમાં પ્રગતિનો યોગ બનશે. આ રાશિમાં શુક્ર નીચભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે, જેના કારણે અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો પણ પૂરા થઈ શકે છે. રોકાણ  માટે પણ આ સમય સારો રહેશે. 

ધન રાશિઃ ધન રાશિમાં હંસ, નીચભંદ અને ભદ્ર નામનો રાજયોગ બની રહ્યો છે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી સમય તમારા માટે શુભ રહશે. આ દરમિયાન ભાગ્ય ચમકાવનારો પ્રસ્તાવ પણ તમને મળી શકે છે. વ્યાપારિક મામલામાં યાત્રાઓ લાભ આપશે. ઘર-પરિવારમાં પણ ખુશીનો માહોલ બનેલો રહેશે. 

મીન રાશિઃ મીન રાશિની કુંડળીમાં શનિવેદ લાભના સ્થાન પર બેઠેલા છે. આ રાશિમાં નીચભંદ રાજયોગ અને ભદ્ર નામનો રાજયોગ બની રહ્યો છે. તેના કારણે તમને નોકરીમાં નવા અવસર મળી શકે છે. પૈસાની બચત થશે. પગારમાં વધારો થઈ શકે છે. આવકનો સ્ત્રોત વધશે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી પણ રાજયોગ ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news