36મા નેશનલ ગેમ્સ માટે અમદાવાદ તૈયાર, PM ની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ

36મા નેશનલ ગેમ્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ ગયું છે. આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.  અમદાવાદમાં નેશનલ ગેમ્સમાં શહેરના 1,000 થી વધુ યુવા ખેલાડીઓ વોલેન્ટિયર તરીકે ફરજ બજાવશે.

36મા નેશનલ ગેમ્સ માટે અમદાવાદ તૈયાર, PM ની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી રમતગમતને પ્રાધાન્ય આપીને બાળકો તેમજ યુવાઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમના આ વિઝનને કારણે ગુજરાત સહિત દેશભરના અંતરિયાળ વિસ્તારોમાં ખુબ સામાન્ય પરિવારમાં રહેતાં બાળકોને પણ સ્પોટ્ર્સ ક્ષેત્રે આકાશમાં ઉડાન ભરવાની તક મળે છે. ત્યારે આ વખતે ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજીને નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે હાલમાં જ આગામી કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતુંકે, નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો નજર જોવાની તક આજની નવયુવા પેઢીને મળી રહી છે. જેથી આ ઇવેન્ટમાં મદદ કે સેવા ઉત્સુક એસોસિએશન, મંડળો ,ક્લબો કે વિવિધ રમત જુથોને યોગ્ય સહાય તથા સેવા આયોજનપૂર્વક પૂરીપાડવા આવા ઉત્સુક 18 થી 35 વર્ષની વયજુથના સભ્યોના નામ તથા મોબાઇલ નંબર સાથે અંબુભાઇ પૂરાણી સ્પોર્ટસ વિદ્યાલય,કાંકરીયા,મણીનગર ખાતે ઇમેઇલ વ્યાયામ (apvv@ahmedabadcity.gov.in)થી મોકલી શક્શે.36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવા કુલ 54 સંસ્થાઓના 80 પ્રતિનિધિઓ સાથે ઓપનીગ સેરેમની પાર્ટીસિપેશન અંગે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી.

ગુજરાતમાં યોજાનારા 36મા નેશનલ ગેમ્સની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન, સ્પોર્ટ્સ કલબ અને સ્પોર્ટ્સ એકેડમીના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. નેશનલ ગેમ્સ અમદાવાદના 8 સ્થળોએ રમાવવાની છે ત્યારે આયોજનના ભાગરૂપે અમદાવાદના તમામ સ્પોર્ટ એસોસિએશન ક્લબ અને એકેડમીના ખેલાડીઓ તથા સભ્યો વોલેન્ટીયર તરીકે ફરજ બજાવે અને તેમાં મદદરૂપ થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 1,000થી વધારે યુવા ખેલાડીઓ વોલેન્ટીયર તરીકે જોડાશે.

PM મોદીની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં થશે કાર્યક્રમઃ
અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમા રમત જગત તથા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ દેશની વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓની હાજરીમાં યોજાવવાનો છે જેથી અમદાવાદના સ્થાનિક લેવલના ખેલાડીઓ તથા રમત મંડળોના સભ્યોને વાહન તથા અનુકુળ રૂટ ગોઠવી શક્ય તેટલા પ્રમાણમાં મદદરૂપ થવા ખાત્રી આપી હતી. આ સાથે તમામ ઉપસ્થિત રમત જગતના હાજર અનુભવી સભ્યોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના વિવિધ સિટીને સ્પોર્ટસ સિટી તરીકે આગવી છાપ ઉભી કરવાના સામુહિક પ્રયત્ન થકી ઇચ્છીત પરિણામ મેળવવા માટે સુચનો આપવા પણ જણાવ્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news