CBSE હવે નહીં યોજે મોટી સ્પર્ધાત્મક પરીક્ષા, જાણો કઈ રીતે લેવાશે NEET, JEE Mains અને CMAT

મોદી સરકારે નીટ, યુજીસી નેટ, જેઇઇ મેન્સ અને સીમેટ પરીક્ષાની વ્યવસ્થામાં મોટો બદલાવ કર્યો છે

CBSE હવે નહીં યોજે મોટી સ્પર્ધાત્મક પરીક્ષા, જાણો કઈ રીતે લેવાશે NEET, JEE Mains અને CMAT

વિશાલ પાંડેય, નવી દિલ્હી : મોદી સરકારે નીટ, યુજીસી નેટ, જેઇઇ મેન્સ અને સીમેટ પરીક્ષાની વ્યવસ્થામાં મોટો બદલાવ કર્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે 7 જુલાઈએ માહિતી આપી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આ વર્ષ 2018થી નીટ, યુજીઈસી નેટ, જેઇઇ મેન્સ અને સીમેટ પરીક્ષા કરાવશે. 

— ANI (@ANI) July 7, 2018

રાષ્ટ્રીય સ્તરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ NEET અને JEE હવે વર્ષમાં બે વાર લેવાશે. જાવડેકરે જણાવ્યું હતું કે, 2019થી એન્જિનિયરિંગ માટે લેવાતી JEE અને મેડિકલ માટે લેવાતી NEET નવી બનાવાયેલી એક્ઝામિનેશન કન્ડક્ટિંગ એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાશે. આ પરીક્ષાઓ જુદા-જુદા સ્થળોએ જુદા-જુદા સમયે યોજવામાં આવશે. જેઈઈ મેઈન્સ એક્ઝામ જાન્યુઆરી અને એપ્રિલમાં થશે, જ્યારે NEET ફેબ્રુઆરી અને મે મહિનામાં યોજાશે. જેની પાસે કોમ્પ્યૂટર નથી એ ઓગસ્ટ મહિનામાં એક્ઝામ સેન્ટરમાં જઈને પ્રેકટિસ કરી શકે છે. સરકાર કોમ્પ્યૂટર પર પ્રેકટિસની સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. આ માટે સરકાર અલગઅલગ જગ્યાએ કોમ્પ્યૂટર સેન્ટર ખોલશે. 

વર્ષમાં બે વાર યોજાનારી પરીક્ષામાં સ્ટૂડન્ટ્સ જો ઈચ્છે તો બંનેવાર બેસી શકશે, અને તેમાંથી જે પરીક્ષામાં વધુ સ્કોર થયો હશે તે માન્ય ગણાશે. પરીક્ષાના સિલેબસ તેમજ અન્ય પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સ્ટૂડન્ટ્સને વધાર દૂર ન જવું પડે તે માટે હવે આ પરીક્ષાઓ સબ-ડિસ્ટ્રિક્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ લેવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news